________________
હરિવંશ હાલ સાગર વકવચનશું ભામા ભાંખે, એ તુમ ગેહ ન હોવે રે; ભલે પધાર્યા પ્રગ્ધીપતિ તુમેં,
રૂખમણ મારગ જોવે રે. એ ૧૧. કૃષ્ણ કહે હા એ ઘર નહિ,
પણ આયે સે આ રે; નરમ સુગરમ વચન કેલવતાં,
ભામા અતિ સુખ પાયે રે. એ૧ર કૃષ્ણ કહે મુજ નિંદ્રા આવે,
એ તે ધુર જાણી રે; સુવા કારણ હમ ઘર આયા,
ઓ નવપરણીત રાણું રે. એ૧૩ જિમ જિમ આવે નિત નિત આવે,
સુખ નિંદ્રા પ્રભુ કીજે રે; હમેં પુરાતન એ તે નૂતન,
નવ નવ લાહો લીજે રે. એ. ૧૪ કૃષ્ણ કહે રે તું ઇમ શું બોલે, નવી ઘણેરી નારી રે; તુ માહરે ધુર કી પટરાણ,
આદિ લગે સુવિચારી રે. એ ૧૫. કપટ નિંદમેં પ્રભુજી પિયા,
અંચલે ગાંઠ નિહાલી રે; ખાલી લીયે તોલ તે વારે,
“મેં ભુલી સા બાલી રે. એ૧૬ આરસીયે સુકી ચંદન સાથે,
ઘસી લીયે સત્યભામા રે; કો વિલેપન વદન શરીરે,
વશીકરણ અશિરમો રે. - ૧૭.