________________
જ્ઞાનપદ પૂજા
દુહો દ્રવ્યભાવથી જ્ઞાનને, વંદુ પૂજે વેશ સમ્યગજ્ઞાનને પામતાં, નાસે સઘળાં કલેશ |
ઢાલ (રાગ : માલવી ગોડી...) સમ્યગ જ્ઞાન લહો નર નારી, નહિ કોઈ જ્ઞાન સમાન રે, જ્ઞાની થાસોચ્છવાસમાં કર્મને, ટાળી લહે નિર્વાણ રે.... સમ્યગ... II
મતિ મૃત અવધિને મન:પર્યવ, કેવલ પાંચમું જ્ઞાન રે દર્શન પામે મતિ શ્રત ભાવથી, સમ્યગજ્ઞાન પ્રમાણ રે.. સમ્યગ.... તેરા આતમ અનુભવ જ્ઞાનોપયોગે, ક્ષણમાં મુક્તિ સોહાય રે, જ્ઞાન વિના કોઈ ધ્યાન ન પાવે, જ્ઞાન આનંદ થાય રે... સમ્યગ..... ૩
સ્વપર પ્રકાશક જ્ઞાન તે આતમ, ગુણ ગુણીરુપ પ્રમાણ રે,
બુદ્ધિસાગર આતમ જ્ઞાને, પ્રગટે કેવલજ્ઞાન રે...... સમ્યગ... I૪. મંત્ર : ૩ હીં પરમ જ્ઞાનાર્થ જલં યજામહે સ્વાહા
ચારિત્ર પદ પૂજા
દુહો દ્રવ્યભાવથી ચારિત્રથી, આતમશુદ્ધિ થાય |
પ્રગટે પરમાનન્દતા, આતમ સિદ્ધિ સુહાય | ઢાળ (રાગ : કીજીએ કીજીએ કીજીએ પ્રભુ નિર્મલ દર્શન કીજીએ..) પામીએ પામીએ પામીએ, શુદ્ધ ચારિત્રપદને પામીએ, વામીએ વામીએ વામીએ, મોહભાવને દૂરે વામીએ.... પામીએ... ૧
વ્રત વેષ તપ જપ ત્યાગાચારથી, દ્રવ્યચારિત્રમાં જામીએ,
સમપરિણામે આત્મોપયોગે, ભાવચરણ વિશ્રામીએ... પામીએ.. III દ્રવ્ય તે ભાવનું કારણ જાણો, ભાખ્યું મહાવીર સ્વામીએ, જડવિષયોમાં રાગને દેશી, પરિણતિ થકી વિરામીએ.. શુદ્ધ. Iકા
આત્મસ્વભાવે રમવું ચરણ છે, ચારિત્રીને શિર નાખીએ, ચારિત્રમાં અપાઈ જાતાં, પૂર્ણાનજે આરામીએ..
આરામીએ.... શુદ્ધ.... ૪ વ્યવહાર નિશ્ચય ચારિત્ર વરવા, ગુરુ ગમ જ્ઞાનને પામીએ,
553