________________
સાધુપદ પૂજા ચઉનિક્ષેપે સાધુપદ, ક્ષેત્રકાલ અનુસાર ! વંદતાં સેવતાં પૂજતાં, ધ્યાતાં શર્મ અપાર છે
ઢાળ (રાગ : મેરુશિખર —વરાવે હો સુરપતિ...) સાધુ સદા ઉપકારી હો જગમાં સાધુ સદા ઉપકારી વ્યવહારથી જે પંચાચારી, પંચ મહાવ્રતધારી સાધુ સંગતની બલિહારી, તેથી તરે નરનારી... હો જગમાં.. ના દ્રવ્યાદિક પ્રતિબંધ નિવારી, રાગને રોષ સંહારી,
વ્યવહારથી વ્યવહારે વર્તે, નિશ્ચય ઉપયોગધારી... હો જગમાં. રા. સાધુસંતની સેવા કરીએ, દોષની દષ્ટિ નિવારી, વેષાચારથી અનંત ઉત્તમ, ગુણ લેજો નરનારી... હો જગમાં.... ૩
આતમ તે સાધુ પરમાતમ, ઉપયોગે લ્યો ધારી,
બુદ્ધિસાગર સાધુ સેવા, અનંતગુણી ગુણકારી.... હો જગમાં.. ૪ મંત્ર : ૩ હીં પરમ સાધુપદ પૂજાથે જલ યજામહે સ્વાહા
દર્શન પદ પૂજા
દુહો સમ્યગ દર્શન પદ નમું, પૂજુ ધ્યાવું સત્ય |
સમ્યગ દર્શન પામતાં, સક્લાં ધર્મનાં કૃત્ય છે ઢાળ (રાગ : નિશાની કહા બતાવું રે–એ લચ...) અનુભવ દર્શન પામો રે, ગુરુગમથી નરનાર.... અનુભવ... દેવગુરુને ધર્મની રે, શ્રદ્ધા પ્રીતિ થાય સડસઠ બોલે અલંકર્યું રે, પ્રગટે દિલમાં જણાય. અનુભવ... ૧|| દ્રવ્ય ભાવ વ્યવહારથી રે, નિશ્ચય સમકિત જાણ,
સાત નયોથી જાણતાં રે, રહે નહિં અજ્ઞાન.... અનુભવ... તેરા દર્શનશાન ચારિત્રની રે, એક પરિણતિ થાય, નિશ્ચયદર્શન આતમા રે, શુદ્ધોપયોગે સુહાય. અનુભવ.... I.
સમ્યગદર્શન પામતાં રે, નિશ્ચય મુક્તિ થાય,
બુદ્ધિસાગર આતમા રે, પરમાતમ પદ પાય. અનુભવ... II૪ મંત્ર - ૩ હીં પરમ દર્શનાર્થે જલ યજામહે સ્વાહા
-5520