________________
મલયસુંદરી અને મલયકુમારને જન્મ ૭૩ રાજાના સંભાષણને સર્વ લોકેએ અનુદાન આપ્યું મેળાવડો વિસર્જન થયે, રાજા રાણી સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા.
પાંચ ધાવમાતાએ પાલન કરતાં અને સંતાને અનુક્રમે વૃદ્ધિ પામ્યાં જેમજેમ કુમાર કુમારી મંદમંદ અક્ષરે બાલવા લાગ્યા, અવ્યકત પણે હસવા લાગ્યાં અને અસ્થિરપણે પગ સ્થાપન કરતાં શીખતાં ગયાં તેમ તેમ ચંદ્રને દેખીને જેવી રીતે સમુદ્રમાં પાણીનાં મોજાં ઉછળે છે, તેવી રીતે માતપિતાના હૃદયમાં હર્ષના તરંગે ઉછળવા લાગ્યા. એક હાથથી બીજા હાથમાં ફરતાં આ બાળકે અનુક્રમે શિશુવય પામ્યાં. વિદ્યાગ્રહણ કરવાને લાયક થયાં જાણી શસ્ત્ર, શસ્ત્રાદિ વ્યવહારકળામાં નિપુણ ઉપાધ્યાયને બને બાળકે પવામાં આવ્યાં.
ખરી વાત છે કે વિદ્યા એ જ મનુનું પરમ ભૂષણ છે. ખરૂં દૈવતજ વિદ્યા છે. વિદ્યાથીજ મનુબે મા મનુષ્યપણું આવે છે. વિદ્યા વિનાનાં મનુષ્ય, મનુષ્યરૂપે પશુસમાન છે. વિદ્યાથી બંને ભવ સુખમય થાય છે. સિંહ જેવી - હિંસક જાતિને પણ કેળવવાથી હિ સક સ્વભાવને ત્યાગ કરીને સાત્વિક સ્વભાવ ધારણ કરે છે, તે મનુષ્યને કેળવવાથી તેનો ખરો માનુષી સ્વભાવ પ્રગટ થાય તેમાં આશ્ચર્ય શાનું?
જે માતા પિતાઓએ પિતાના પુત્ર પુત્રીઓને વ્યવહારીક તેમજ આત્મિક ઉન્નતિ થાય તેવું શિક્ષણ નથી આપ્યું, તે માતા પિતા માતા પિતા એવા નામને લાયક નથી.