________________
જે થાય તે સારા માટે આ પ્રમાણે મલયાદેવીની, રાણીની અને પુણ્યની પ્રશંસા કરી, તે કાષ્ટની બેઉ ફાળીઓ ગેળા નદીના વિભૂષણરૂપ ભટ્ટારિકાદેવીના મંદિર આગળ રાજાએ મૂકાવી.
આ અવસરે રાજાને વખત જણાવવા નિમિત્ત બંદીજને ગંભીર સ્વરે જણાવ્યું કે हेलेात्तीर्णविपद्भशर्णवजल : प्राप्ताल्लसद्भा: प्रिय : સર્વે વિશ્રમાધિ શિવ પ્રતાપં નિઝ न्यान : सुपथे विस शकमलामा जगत्प्रीणयन् सर्वस्योपरि वर्तते रविरयं देवाधुना त्वं यथा ॥ १ ॥
હે રાજન ! થોડા જ વખતમાં વિપત્તિને-સમુદ્રને પાર પામી, વિરવર મુખવાળી પ્રિયાને-કાંતિને મેળવીને, ઇચ્છાનુસાર રાજાઓના-પહાડોના મસ્તક પર વિશ્રાંતિ લેતા, અને પિતાના પ્રતાપને–તેજને સ્થાપન કરતા સન્માર્ગને રસ્તાઓને પ્રકાશિત કરતા, લક્ષ્મી વડે, કમળની સુંગધી વડે જગતને તૃપ્ત કરતા, સૂર્યની માફક હે દેવ ! તમે અત્યારે સર્વના ઉપર-મધ્યાન્હ વેળામાં વર્તે છે.
આ કાવ્યનો વ્યંગ્યાર્થી સાંભળી સુબુદ્ધિ પ્રધાને જણાવ્યું, કૃપાનાથ ! મધ્યાન્હ વખત થઈ ચુક્યો છે. આપણે હવે કૃતાર્થ થયા છીએ. જમવાને વખત વીતી ગયા છે. સુધાથી ક્ષામ કુક્ષીવાળી મહારાણી પુરું બેલી પણ શકતાં નથી, આપ પણ કાલના ભુખ્યા જ છે, તે હવે જલદી નગરમાં પધારે અને સ્નાન, ભોજન કરી દુઃખને તિલાંજલી આપો.