________________
મલયા દેવી
તે મને ક્યારે મળશે ? દેવીએ જણાવ્યુ', હે ભદ્રે ! સાત પહેારને આંતરે દુ:સહ દુઃખથી પીડાયેલે રાજા તને જીવતા
મળશે
રાજા મને કચે સ્થળે
મળશે. ' એમ હું દેવીને પૂછતી હતી, તેવામાં દાસી સહિત એક વિદ્યાધરી આકાશમાર્ગેથી ત્યાં આવી. તેને જોઈ ને મલયાદેવી અકસ્માત્ મારી પાસેથી અદૃશ્ય થઈ ગઈ.
કરણ ૧૫ સુ.
જે થાય તે સારાને માટે
મને ત્યાં એકાકી જોઈ વિદ્યાધરી મારી પાસે આવી. વિસ્મય પામેલી વિદ્યાધરી મને પૂછવા લાગી કે “ હું ભદ્રે ! આ નિર્જન પહાડ ઉપર, સુંદર રૂપધારી એકાકી તુ કાણુ છે? ” તેના ઉત્તરમાં મેં મારે સ` વૃત્તાંત નિવેદિત કર્યાં, તે સાંભળી ખેદપૂર્ણાંક વિદ્યાધરી ખેાલવા લાગી, અહા ! વિધિનું વિલસિત ! આવી સ્વરૂપવાન, ઉત્તમ કુળમાં પેદા થયેલી, રાજાની રાણી છતાં આવા નિન પહાડ ઉપર આકૃતમાં આવી પડી છે.
“ હે શુભે? હું તને હમણાં જ તારી ચંદ્રાવતીમાં પહેાંમાડી આવત, પણ મારે આ પડાઠ ઉપર વિદ્યા સિદ્ધ કરવાની છે જો હમણાં તે વિદ્યાનું આરાધન ન કરૂ પછી તે વિદ્યા સિદ્ધ ન થાય, આમ ઉભય રીતે હુ` સંકટમાં