________________
૬૪
મલયસુંદરીનું ચરિત્ર કોણ છે? પુત્ર સંબંધમાં આપણે કરેલું ધર્મનું આરાધન ફળીભૂત થયું. ધર્મક્રિયાથી અંતરાય કર્મ દૂર થયું. હવે આપણે ઘેર ઘેડા વખતમાં પુત્ર, પુત્રીની સંપત્તિ થશે. આવી દુઃખની અવસ્થામાં તને આ યાદ આવી એજ આપણે ભાગ્યોદય સૂચવે છે.
મલયાદેવીએ બીજે કાંઈ પણ ઉપકાર કર્યો કે? રાજાએ પૂછ્યું આ લક્ષમીપુંજ નામને-હાર મહાદેવીએ પિતાને હાથે જ મારા ગળામાં નાખ્યો. વિશેષમાં જણાવ્યું કે, આ હાર ઘણે દુર્લભ છે. મહા પ્રભાવવાળે છે કંઠમાં સ્થાપન કરવાથી નિરંતર શુભ ફળ દેવાવાળે છે, અને હારના પ્રભાવથી તને પ્રભાવિક સંતતિ થશે, અને તમારા માથે નિત્ય પૂરણ થશે.
હે નરનાથ ! ત્યાર પછી મેં માયાદેવીને પૂછયું કે જે દેવે મને લાવીને મૂકી હતી, તે દેવ મને મૂકીને પાછે કયાં ગયે ? | દેવીએ જણાવ્યું, શુભે! તને આ પર્વત પર મૂકી તે દેવ પાછો ચંદ્રાવતી નગરીમાં ગયે છે. તારે ઠેકાણે, બીજું તારા જેવું જ, એક મૃતક શરીર બનાવી ગુપ્તપણે ત્યાં રહ્યો છે તારે સ્વામી તારા સજીવન શરીરને અકસ્માત નિજીવ જોઈને જે દુઃખ અનુભવે છે, તે તેજ જાણે છે. ભૂતની માયાને તે જાણી શક નથી. તેથી તે કૃત્રિમ મડદાને રાણું માનીને મહાન વિલાપ કરે છે
આ પ્રકારનું તમારું દુઃખ સાંભળી મેં દેવીને પ્રશ્ન કર્યો કે મારો સ્વામિ મારા વિરહે જીવત રહેશે અને