________________
૩૪
પરોપકારને બદલે બંધનથી મુક્ત થઈ શકે. પણ જો તે પાણિ ગ્રહણ કરતાં ભય પામે તે પાણી લેનારનું મરણ થાય છે. ગુણવર્મા ! પિતાને બંધનથી મુક્ત કરવાને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી
પિતૃભક્ત. સાહસિક ગુણવર્માએ જણાવ્યું. “વિજ્ય ચંદ્રજી ! કામ હું જાતે કરીને પણ પિતાને બંધનમુક્ત કરીશ.”
ગુણવર્માની અલૌકિક પિતૃભક્તિ જોઈ વિચંદ્ર ઘણે ખુશી થઈ ઉપકારીને ઉપકાર કરવા, ત્યાં લઈ જવાનાં સર્વ સાહિત્ય ભેગાં કરી બને જણ તે કુપિકા પાસે ગયા, વિકસ્વર થયેલી તે કુપિકામાં વિજ્યચંદ્રની મદદથી, મંચિકા ઉપર બેસી ગુણવર્મા અંદર ઉતર્યો. નિર્ભયપણે તેમાંથી જલ ભરી દેર હલા, એટલે વિજયચંદ્ર માંચી સહિત ને કુપિકામાંથી ગુણવર્માને ઉપર ખેંચી લીધો સાહસથી સેવકરૂપ થયેલા રાક્ષસે અશ્વનું રૂપ ધારણ કર્યું તેના ઉપર સ્વાર થઈ બને જણ દ્રાવતીમાં આવ્યા. લાવેલ પાણી, ગુણવર્માએ લોભકરને ત્રણવાર છાંટયુ. પાણી છાંટતાં જ તે બંધનથી મુક્ત થયે. પણ બીજો લેભનંદી તે પૂર્વની માફક બંધન સહિત દુઃખી જ રહ્યો. કારણ કે તે મંત્રના કલ્પ પ્રમાણે પિતાના પુત્ર સિવાય બીજા કોઈથી તેને છુટકારો થઈ શકે તેમ નહોતે.
પોતાના પરમ ઉપકારી મિત્ર ગુણવર્માને વિચંદ્ર પ્રધાન મુદ્ર, અને દેશાદિ આપવા માટે ઘણું આગ્રહ કર્યો.