________________
૪૪૨
લયસુંદરી ચરિત્ર આયુષ્ય પૂર્ણ થતાં મહત્તરા મલયસુંદરી આ દેહ ત્યાગ કરી અશ્રુત નામના બારમા દેવલેકે દેવપણે ઉત્પન થઈ દેવ આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં માનવદેહ પામી ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામશે,
આ પ્રમાણે આ મહાસતી મહત્તરા મલયસુંદરીનું જીવન ચરિત્ર અહીં પૂર્ણ થાય છે. આ ચારિત્રમાંથી વાચકને ઘણું સમજવાનું મળે તેમ છે. કેટલીક વાતે ત્યાગ કરવા જેવી છે અને કેટલાક સગુણે અનુકરણ કરવા લાયક છે. સારાં, ખેટાં, પાત્રોથી ભલાઈ બુરાઈ તરફ ટીકા કરવા ન બેસતાં કે તેના પ્રપંચીક વ્યવહાર તરફ ન આકર્ષતાં, દેષ ત્યાગ અને ગુણાનુરાગવાળી દષ્ટિ રાખી હંસની માફક સારગ્રાહ લક્ષથી આ ચરિત્ર વાંચનારને સારો લાભ થવા સંભવ છે. વસ્તુ એકની એકજ, પણ યોગ્યતા વિશેષ ગુણ, દેષથી પ્રાપ્ત થાય છે. પાણી એકનું એકજ, પણ ગાયના પેટમાં જતાં તેનું દૂધ થશે અને સર્પાદિ ઝેરી જાનવરના પિટમાં જતાં તે વિષપણે પરિણમશે. આ ચરિત્રમાંથી સમજવા જેવું. ત્યાગ કરવા જેવું અને અનુકરણ કરવા જેવું શું છે? તે વિચાર વાચકેની બુદ્ધિ ઉપર મૂકવામાં આવે છે, બુદ્ધિમાન અવશ્ય તે. વાતને ફડ કરશે. રસોઈની સર્વ સામગ્રી તૈયાર કરી આપીને તેને ચાવવાનું કામ તે અવશ્ય ભજન કરનારને. સોંપવું જોઈએ. તેમ આ ચારિત્ર લખી આપી તેમાંથી
1
.
'