________________
૪૩૪
મલવસુંદરી ચરિત્ર કરતી તે મહાનુભાવા મહત્તરા પૃથ્વીતટપર ઉગ્ર વિહારે વિચારવા લાગી. - જ્ઞાનલેકણી-જ્ઞાનપ્રકાશથી મહાબળ મુનિનું નિર્વાણ થયેલું જાણી અને તે દુઃખથી શેકસાગરમાં ડુબેલા શતબળ રાજાને દેખી તેમને ઉદ્ધાર કરવા નિમિતે સાધ્વી મલયસુંદરી અનેક સાધ્વીના પરિવાર સહિત વિહાર કરતાં ક્રમે સાગરતિલક શહેરમાં આવી અને પિતાને લાયક વસ્તીમાં મુકામમાં નિવાસ કર્યો.
પોતાની માતા મહત્તરા મલયસુંદરીનું આગમન સાંભળી શતબળને ઘણે હર્ષ થયે. રાજા શતબળ પોતાના પરિવાર સહિત તત્કાળ તે મહત્તરાને વંદન કરવા આવ્યું. વંદના કરી પિતાને ઉચિત સ્થાને પરિવાર સહિત ધર્મશિક્ષા સાંભળવા બેઠો.
પ્રકરણ ૬૯ મું.
સાવી મલયસુંદરીને ઉપદેશ
અમૃત સરીખા મધુર વચનાઓ અને પ્રસન્ન મુખે સદવી મલયસુંદરીએ ઉપદેશ આપતાં જણાવ્યું કે વલે, શતબલ ! મનુષ્યદેહની ક્ષણભંગુરતા, આયુષ્યની અભ્યતા અને સંગની વિગશીલતા શું તું ભુલી