________________
૪૯
પૂર્વભવ જરૂર ન પડી તેણે મહાબળ કુમારને અહીં રહીને જ પૃથ્વીસ્થાનપુરનું રાજ્ય સોંપી દીધું અને તરત જ સંયમ લેવાને તૈયાર થશે. ખરી વાત છે કે વસ્તુને ગ્રહણ કરવામાં જેટલો વિલંબ કરો અને અસત્ય જાણ્યા પછી તેને ત્યાગ કરવામાં જેટલી ઢીલ કરવી એટલે જ તેના બેધમાં કે તે તરફની લાગણીમાં કચાસ સમજવી.
સંયમ માટે સુરપાળ રાજાએ ત્વરા-ઉતાવળ કરતે દેખી વિરધવળ રાજા પણ ચંદ્રાવતીમાં ન જતાં મલયકેતુ કુમારને ત્યાં બોલાવી અહીં રહ્યા છતાં જ રાજ્યતંત્ર સ્વાધીન કરી આપ્યું અને તરત જ બન્ને રાજાએ પિતાની રાણી ઓ સાથે તે ગુરૂવર્યની પાસે ચારિત્ર અંગિકાર કર્યું
ગુરૂવર્ય પણ કેટલાક દિવસ ત્યાં રહી તે બન્ને રાજરૂષિઓને સાથે લઈ પૃથ્વીતથપર અન્ય સ્થળે વિહાર કરી ગયા.
તે બન્ને રાજરૂષિએ કેટલેક વખત દુષ્કળ તપ કરી આરાધના પૂર્વક મરણ પામી દેવલોકમાં ગયા અને - ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, કર્મ ક્ષય કરી મેક્ષે જશે.
મલયકેતુ રાજા પણ પિતાના બેન બનેવીને પૂછી પિતાના શહેરમાં આવ્યું અને ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યો.
મહાબળ રાજાએ સાગરનિલકપુરમાં બાળ પણ અબાળ પરાક્રમી શતબળ કુમારને રાજયાશન પર બેસાડ