________________
પૂર્વભવ
૪૦૭ બન્ને જણાંએ પોતપોતાના કર્મોનુસાર મહાન દુઃખ સહન કર્યું છે. ખરી વાત છે કે બાંધેલ કમ ભેગવવાથી એાછા થાય છે.
પૂર્વજન્મમાં મલયસુંદરીના જીવે મુનિના હાથમાંથી રજોહરણ લઈ લીધું હતું. આ રજેહરણ લેતી વખતના તેના કલિષ્ટ અધ્યવસાયના પ્રમાણમાં તેના તેવાજ વિષમ ફળરૂપે તેના પુત્ર સાથે તેને વિયેગ થયે હતા.
આ બને સ્ત્રી પુરૂષે પ્રથમ મુનિને ઉપસર્ગ કરી પાછળથી તેનું આરાધન કર્યું હતું, તે મુનિને હમણાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે હું પોતે જ છું.
મહાબળ અને મલયસુંદરીને આ બીજે ભવ છે, પણ મારે તે હજી તેજ ભવ છે.
સુરપાળ–ભગવન ! કનકવતી અને તે વ્યંતરદેવી, આ મારા પુત્રને તથા પુત્રવધુને આ જન્મમાં હવે ઉપસર્ગ કરશે, કે દુઃખ આપશે ?
કેવળજ્ઞાની–રાજન ! કુમારે જ્યારે તે વ્યંતરી દેવીને પ્રહાર કર્યો ત્યારે જ તે પોતાનું વેર શાંત કરી પિતાને ઠેકાણે ચાલી ગઈ છે, એટલે તેના તરફથી તેઓને બીલકુલ ઉપદ્રવનું કારણ મળશે નહિં; પણ કનકાવતી તરફથી હજી મહાબળને ભય રાખવાનું કારણ છે. તે ફરતી ફરતી અહીં આવશે અને આ નગરની પાસે જ એકવાર મહાબળને ઉપદ્રવ કરવાથી કનકવતી મહાન પાપ ઉપાર્જન કરી સંસારચક્રમાં પરિભ્રમણ કરશે.