________________
૪૦૪
મલયસુંદરી ચરિત્ર જ્યારે મહાબળ ગીની પ્રેરણાથી લેભસાર ચેરનું મૃતક મડદુ દેવા માટે વડ પાસે આવ્યા, ત્યારે તે ભૂતે જ્ઞાનના બળથી મહાબળને ઓળખી કાઢયે અને “આના. પગ વડની સાથે બાંધે કે જેથી તેના પગ ભૂમિ પર ન. અડે. અને તેને કાંટા પણ ન વાગે વિગેરે પ્રિય મિત્રના કહેલાં વચન યાદ આવ્યાં. તેણે વિચાર કર્યો કે સ્વામી-- પણના ગર્વથી તેણે મને આ પ્રમાણે કહ્યું હતું, તે તેના વચનને અનુસારે મારે પણ તેને મારા બળને. ચમત્કાર અને તેના વચનનું ફળ આપવું જોઈએ. ઈત્યાદિ વિચાર કરી તેણે તે મૃતકના શરીરમાં પ્રવેશ કર્યો અને. મૃતકના મુખ દ્વારા મહાબળને જણાવ્યું કે “રે મૂઢ ! મને આ પ્રમાણે ઊંચે બાંધેલો અને લટકત દેખી તું શા માટે હસે છે તું પણ આવતી રાત્રિએ આ વડની ડાળે મારી સાથે બંધાવાને છે અને અધમુખ તથા ઉર્ધ્વપાદપણે રહી ઘણું દુઃખ સહન કરવાનો છે.”
આ ભૂતના કહેવા મુજબ બીજે જ દિવસે મહાબળ તે વડની ડાળી સાથે બંધાયા હતા. પૂર્વજન્મમાં નેકરને. તીવ્ર આવેશ અને કઠોર વચનથી જે શબ્દો કહ્યા હતા, તે તત્ર આવેશનું પરિણામ આ વડ સાથે ઉંધે મસ્તકે બંધાવાના રૂપમાં આવ્યું હતું.
એક દિવસે રૂદ્રાએ તેના પતિનું મુદ્રારત્ન-વિટી લેભથી ચોરી લીધી હતી. તે લેતાં સુંદર નામનાં ચાકરે તેને દીઠી હતી. પ્રિયમિત્રે ઘણું તપાસ કરી પણ મુદ્રારન.