________________
પૂર્વભવ
૩૯૩ નીકળી ગઈ છે, જ્ઞાન, ધ્યાન અને આત્મિક વિચારણામાં જ જે વિષય લંપટ પામર જીનું હિતોપદેશ આપીને રક્ષણ કરી રહ્યા છે, જેમાં નિરંતર સ્વપર ઉદ્ધાર કરી રહ્યા છે અને જે મહાત્માએ દુનિયાની દશાનું ભાન પણ ભૂલી ગયા છેઆવી મંગળમૂર્તિને પણ અપમ ગળ કે અપશુકન કહેવું કે કલપવું તેના જેવું બીજું એક પણ દુઃખદાયી અજ્ઞાન કે મૂર્ખતા નથી અર્થાત્ તે અજ્ઞાન મૂર્ખતા છે.
આત્માનંદમાં નિમગ્ન સાધુ જે સન્મુખ મળ્યા હોય તે તેના જેવું બીજું કઈ પણ શુભ શુકન કે માંગલિક નથી અર્થાત્ તે ઘણા સારા શુકન ગણાય. પણ આટલી વાત યાદ રાખવી જોઈએ કે શુકનને દેખી જેવી મનુષ્યની ભાવના હોય છે, તેવું ફળ મળે છે.
સુંદરીએ અપશુકન બુદ્ધિથી પિતાના રથ અને પરિવારને ઉભે રાખે, એટલાથી જ તેની સમાપ્તિ ન થઈ, પણ તે મુનિને અનેક પ્રકારના ઉપસર્ગ કરવા લાગી. ખરેખર નિરંકુશ અને કોંધાધીન સ્ત્રી જેટલું કરે તેટલું ઓછું છે. | મુનિએ વિચાર કર્યો કે આ વખતે મારા પર ઉપસર્ગ આવ્યો છે. સુવર્ણની ખરી પરીક્ષા તે કસોટી આગળ જ થઈ શકે છે મારે મારા સ્વભાવને કે આત્મિક વિચારને ભૂલી જઈ અજ્ઞાની જીવોની માફક ચેષ્ટા ન કરવી જોઈએ અને જે તેમ કરવામાં આવે તો જ્ઞાની અને