________________
પૂર્વભવ
૩૯૧ મદનનાં આવા શુભ પરિણામ દેખી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી તે દ્રવ્ય વિશુદ્ધ જાણી ઈચ્છાનુસાર તેમાંથી તે તપસ્વીએ કેટલુ કે ગ્રહણ કર્યું.
મદને પણ આ શુભ પરિણામથી વિશેષ પુણ્ય ઉપાર્જન કર્યું ખરેખર આવી ગરીબ સ્થિતિમાં અને બે દિવસની ભૂખમાં પણ દાન આપવાના પરિણામ થવા, એજ શુભ દિવસની શરૂઆત છે અને વિશેષ ફળ આપનાર પણ એજ છે. ભર્યામાં કેણ કરતું નથી ? સુખીયા અને ધનાલ્યને કેણુ જમાડતું નથી ? પણ આવા જરૂરીઆત વાળા અથઓને આપવામાં વિશેષ ફાયદો છે. | મુનિરાજ અન્ય સ્થળે ચાલ્યા ગયા. મદન પણ મુનિને નમસ્કાર કરી પાછો તે તળાવની પાળ પર આવ્યું અને પિતાને કૃતાર્થ માનતાં પાછળ વધેલું દૂધ પિતે પીધું.
મનુષ્યના વિશેષ ઉપગમાં નહી આવતું હોવાથી આ જંગલમાં તળાવના આરે પ્રમુખ પથ્થરથી બાંધેલા ન હતા તેમ તે પણ અજા હેવાથી તળાવની ઉડાઈ કે અંદર ઉતરવાને સરલ માર્ગ જાણતો ન હતો, એક માટીની ભેખડ ઉપર બેસી વાંકે વળી તે તળાવમાંથી પાણી પીવા લાગે તેવામાં માટીની ચીકાસથી તેને પગ ખસી ગયો, પણ ખસવાની સાથે જ તે તળાવમાં જઈ પડ્યો અને તેના અગાધ જળમાં પડ્યા પછી તરત જ ડુબી મુ. કેમકે આ જંગલમાં તેની ચીસ કઈ સાંભળે કે મદદે આવે તેવું નજીકમાં કોઈ ન હતું.