________________
૩૬૯
સંયમ પ્રકરણ ૫૪ મું
સંયમ
પાંચ આશ્રવથી વિરમણ, પાંચ ઈંદ્રિયને નિગ્રહ, ચાર કષાયને વિજય અને ત્રણ દંડની વિરિત એમ સંયમના સત્તર ભેદ થાય છે.
પાંચ આશ્રવ વિરમણ–અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આને પાંચ આશ્રવ વિરમણ કહેવાય છે.
સંયમનો ટૂકા અર્થ એટલે જ થાય છે કે, આશ્રવનાં દ્વારને બંધ કરવા અર્થાત્ કર્મ આવવા ન દેવાં કે આવતાં કેમ ન રોકવાં.
જીવની હિંસા કરવાથી, અસત્ય બલવાથી, ચેરી કરવાથી મિથુન સેવનથી અને પરિગ્રહના સંચનથી, અનેક કર્મનું આગમન થાય છે. કેમકે રાગ, દ્વેષ સિવાથ આ માર્ગમાં પ્રવૃત્તિ નથી અને રાગ, દ્વેષ તે કર્મ આગમનનું પરમ કારણ છે. આ રાગ, દ્વની ઉત્પત્તિ આ અસંયમના કારણુથી થાય છે.
અહિંસા-મન વચન અને શરીરથી કઈ પણ જીવની હિંસા કરવી, કરાવવી અને તેને અનુમોદન આપવું તેને હિંસા કહેવામાં આવે છે, તે હિંસાને આ નવ પ્રકારે ત્યાગ કરે તે અહિંસા છે. ર૪