________________
૮ . મલાયસુંદરી ચરિત્ર ધૂળ ભરાવાના મૂળ કારણરૂપ બધાં બારણું બંધ કર્યા અને એક પાવડે લઈ ખાપી ખાંપી તે ધુળ બહાર કાઢી નાખવા માંડી, જ્યારે પાવડાથી લેવાય તેવી ધુળ ન રહી ત્યારે તેણે ઝીણી સાવરણીથી ધુળ એકઠી કરી, સર્વ બહાર કાઢી નાખી મહેલ તદ્દન સાફ કર્યો.
આ દષ્ટાંત ઘણું સહેલું અને સમજાય તેવું છે, પણ તેને ઉપનય સમજવા જેવે છે. મહેલ તે પરમસ્વરૂપ શુદ્ધાત્મા બારીબારણાઓ તે આશ્રવને-પુણ્ય પાપને આવવાના રસ્તા. માલીક જીવ, અજ્ઞાનરૂપ નિદ્રા તેમાં તે ઘેાય છે. જાગૃત થયે તે અંતરાત્મામાં આવ્યું પ્રકાશ તે જ્ઞાનદીપક પ્રગટ કર્યો. જ્ઞાન પ્રકાશના તેજની મદદથી શુદ્ધાત્માની દુર્દશા તેને સમજવામાં આવી. અર્થાત્ કર્મ રૂપ ધુળ આત્મા ઉપર લાગેલા છે, તેથી તેની અપૂર્વ શેભા શક્તિ નાશ પામી છે તેમ તેણે જોયું, તરત જ તેણે બારીબારણ રૂપ આશ્રવને પુણ્ય પાપરૂપ ધુળને અવવાના રસ્તા, સંયમરૂપ બારણાં બંધ કયો અને બાહ્ય અત્યંતર તપશ્ચર્યારૂપ પાવડા અને સાવરણીએ કરી કમૅરૂપ સર્વ ધૂળ કાઢી નાંખી મહેલરૂપ આત્માનું તાત્વિક સ્વરૂપ શુદ્ધ કર્યું. આ દષ્ટાંતે પરમશાંતિને માર્ગ સંયમ અને તપ છે.