________________
આ વિચિત્રતાનું કારણ શું ?
૫૯
આ પ્રમાણે આ આઠ કર્મ, આત્માના તાત્વિક આઠ ગુણને દબાવે છે. સત્ય કે તાત્વિક તત્વથી વિમુખ થયેલા છ આત્મગુગને ભૂલી વિશેષ નવીન કર્મ બંધ કરી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે.
આ આઠ પ્રકારના કર્મ બંધ ચાર પ્રકારે પડે છે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. - દરેક કર્મને સ્વભાવ. તેની સ્થિતિ, તેને રસ અને તેના પ્રદેશ; એમ ચાર પ્રકારે કર્મ બંધ થાય છે. એક લાડુનું દૃષ્ટાંત આ સંબંધમાં ઉપયોગી થઈ પડે છે, જેમ કે લાડુમાં લેટ, અને ઘી, ગોળ, આદિ રસની જરૂર પડે છે. તેમાં સુંઠ વિગેરે પદાર્થ નાખવાથી વાયુ હરણ; કે પિત્તહરણ આદિ ગુણ કે સ્વભાવ પણ હોય છે. વળી તે લાડુનું કાળમાન પણ હોય છે કે આ લાડુ મહિને કે પંદર દિવસ પહોંચી શકે ત્યાર પછી બગડી જાય કે નાશ પામે.
તેમ કર્મબંધનમાં કોઈ કર્મનો સ્વભાવ, જ્ઞાન ગુણને દબાવવાને હોય છે તે કોઈ કર્મનો સ્વભાવ વીર્યગુણને દબાવવાનો હોય છે, જે હમણાં જ પૂર્વે કહેવામાં આવ્યું છે. જેમ લાડુની સ્થિતિ પંદર દિવસ કે મહિનાની હોય છે, તેમ કઈકર્મની સ્થિતિ બે ઘડીની હોય છે કેઈ આયુષાદિકની * પચીશ, પચાશ કે સે વર્ષની હોય છે અને કોઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વસ, ત્રીસ, કે સીરોર કેડાછેડી સાગરોપમ -માપવિશેષ સુધી લંબાયેલી હોય છે