SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ મલયસુંદરી ચરિત્ર ઉત્પન્ન થયું તે તે પુનર્જન્મ, એવી જ રીતે દેહને ત્યાગ કરી અન્ય દેહમાં ઉત્પન્ન થવું તે આત્માનો પુનર્જન્મ અર્થાત્ આત્માને નાશ થતો નથી પણ પર્યાય બદલાય છે. સુખ દુખ એ પૂર્વ ક્રિયાને અનુસારે થાય છે આ વાત પ્રત્યક્ષ જણાય કે સમજાય તેવી છે. ધારે કે તાપ સખત લાગે છે. અને બહાર જવું છે તે પગમાં જોડા પહેર્યા અને માથે છત્રી ઓઢી એટલે તાપ લાગતો એ છે થશે. આ તાપ ઓછો લાગવાથી જે સુખ થયું તે, તે સુખ પહેલાની જેડા પહેરવા અને છત્રી ઓઢવા રૂપ ક્રિયાથી થયું અથવા શહેરમાંથી ચાલી તમે ધર્મ શ્રવણ નિમિત્તે આ ઉદ્યાનમાં આવ્યાં. અહીં આવવા રૂપ કાર્ય તે, પહેલાની ક્રિયાને સૂચવે છે. આ દષ્ટાંતે ગર્ભમાં આ તે કઈ ક્રિયાથી? ઉત્તર મળ જ જોઈએ કે ગર્ભમાં આવ્યા પહેલાં કોઈ પણ ક્રિયા કરવી જોઈએ. તે ક્રિયા કરવાને કાળ ગર્ભમાં આવ્યા પહેલા માનવે જ પડશે અને તેથી એજ ફલીતાર્થ થયે કે આત્મા ગર્ભમાં આવ્યા પહેલાં કોઈ પણ સ્થળે હતું અને ત્યાંથી અહીં આ જન્મમાં આવ્યા તેજ તેને પુનર્જન્મ અને તેજ આત્માની અમરતા. કાર્ય કારણને વિચાર કરતાં કારણ પહેલું અને કાર્ય પછી આ વાત સમજાય તેવી છે. તે આ માનવદેહરૂપ કાર્ય, તેનું કારણ આ દેહ ઉત્પત્તિ પહેલા હેવું જ જોઈએ.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy