________________
3
ચંદ્રયશા કેવલી આ શરીર પણ આપણે નથી. તે તે આપણું છે. હું અને મારું બંને વસ્તુમાં બાહ્ય અત્યંતર અપેક્ષાને લઈને તપાસ કરતાં વિશેષ તફાવત છે. બાહ્ય વસ્તુની અપેક્ષાએ જેમ કે “મારું ઘર આ ઠેકાણું મારું કહેનાર મનુષ્ય અને તેને રહેવાનું ઘર અથવા તેનું ઘર આ બંને વતુ પૃથક જુદી છે. તેમજ અત્યંત ભિન્ન લક્ષણ વાળી છે તે તદ્રુપ નજ કહેવાય કે મનાય યા અનુભવાય.
અત્યંતરઅપેક્ષા જેમકે, “મારો ક્રોધ ઝાલે ન રહ્યો. ક્રોધની ઉત્પત્તિ અન્ય વસ્તુની અપેક્ષા રાખે છે. ઈનિછ વસ્તુના વિયોગી સંગથી તે ઉત્પન્ન થાય છે અને તેને અભાવ થતાં અથવા ઈષ્ટ વસ્તુ આવી મળતાં અનિષ્ટ વસ્તુ ચાલી જતાં તે ક્રોધ વિલય થાય છે માટે તે પણ આપણું સત્ય સ્વરૂપ ન બની શકે.
આહાર, પાણી, હવા, ચિંતા, પરિશ્રમ, નિશ્ચિંતતા વગેરે અનેક કારણોને લઈ આ શરીરની વૃદ્ધિ અને હાનિ થાય છે. જેમ ઇંટ, ચૂનો. પથ્થર, માટી, લાકડાં, લેઢાં, જમીન વગેરે અનેક કારણોની વૃદ્ધિ, હાનિથી ઘર નાનું મેટું થાય છે. માટે જેમ ઘરને બનાવનાર કે ઘરમાં રહેનાર તે ઘર નથી પણ ઘરથી જુદો છે, તેમ આ શરીરે બનાવનાર કે શરીરમાં રહેનાર આ શરીરથી જુદે છે.
ઘર કે મહેલના ઝરૂખામાં ઉભા રહીને કઈ માણસ બહારના પદાર્થો જોઈ શકે છે, તેમ આ શરીરને નેત્રોરૂપી ઝરૂખામાં રહીને અંદર રહેનાર આ દુનિયાના પર