________________
૩૩૦
યશયસુંદરી ચરિત્ર અને પિતાજીના ચરણમાં નમી પડયો. તેમાંથી ઝરતા અશ્રુપ્રવાહે વિયોગ વ્યથા ખાલી કરી, આંતર સનેહ પ્રકટ કર્યો. તે નેહ કેટલે હશે તેનું માપ કરવું અશક્ય હતું.
ત્યાં વિશેષ વખત ખોટી ન થતાં આ પૂજ્યમંડળને મોટા મહત્સવ પૂર્વક મહાબળે શહેરમાં પ્રવેશ કરાવ્યો. પરિવાર સહિત અને રાજાઓ મહેલમાં દાખલ થયા.
મલયસુંદરી, પિતા તથા સસરાને નમી પડી, તેમને જોતાંજ આંતર દુઃખ યાદ આવ્યું, તેની આંખમાંથી અશ્રુને અખંડ પ્રવાહ વહેવા લાગ્યો, તેનું હૃદય તેને સ્વાધીન ન રહ્યું. અંતે ધ્રુસકે ધ્રુસકે રૂદન કરવા લાગી. પિતે રૂદન કર્યું અને સ્નેહીઓને પણ રડાવ્યા. છેવટે પિતા તથા સસરા પ્રમુખ દિલાસો આપવા પૂર્વક ઘણી રીતે સમજાવી તેત્રે શ ત કરી.
ભેજન કર્યા પછી ખાનગી મહેલમાં રાજકુટુંબ એકઠું થયું. સુરપાળ તથા વીરધવળ રાજાએ મહાબળ અને મલયસુંદરીને આજપર્યત પિતે અનુભવેલું સર્વ વૃત્તાંત કહી સંભળાવવા માટે જણાવ્યું. મહાબળ તથા મલયસુંદરીએ પિતાને માથે વીતેલી સર્વ બીના મૂળથી કહી સંભળાવી.
- મલયસુંદરીનું કહેલું વૃત્તાંત સાંભળી, વીરજવળ પ્રમુખ સર્વના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેઓને ઘણે શોચ થયો. પુત્રીને મસ્તક પર હાથ ફેરવતે વિરધવળરાજા બોલ્યો. મારી વહાલી પુત્રી ! તું મેટા