________________
મલાયંસુંદરી ચરિત્ર આ બંને રાજાઓને એવી ખબર મળી હતી કે રૌદ્ર અટવીમાં આવેલા દુર્ગતિલક નામના પહાડ ઉપર ભીમ નામનો પલ્હીપતિ રહે છે, તેની પાસે મલયસુંદરી છે. આ ખબર સાંભળતાં જ પુત્ર પુત્રીનાં વિયેગી બને રાજાઓ પિતપોતાના રાજમાંથી પ્રબળ સૈન્ય લઈ ભીમ પલ્લી પતિને છતીને મલયસુંદરીને છોડાવવા માટે આવ્યા હતા. જેય પલ્લી પતિને તેઓએ રીન્યબળથી એક લીલામાત્રમાં જીતી લીધું અને ત્યાં સર્વ સ્થળે મલયસુ દરીની તપાસ કરી, પણ તે દુર્લભ સુંદરીના સહેજ પણ સમાચાર ત્યાંથી ન મળ્યા, ત્યારે નિરાશ થઈ બંને રાજા એ પાછા પિતાના નગર તરફ જતા હતા, તે અવસરે સોમચંદ્ર તેમને ત્યાં જઈ મળે.
બાળસાર્થને કહેલો સર્વ વૃત્તાંત સોમચંદ્ર સવિસ્તર વીરધવળને નિવેદિત કર્યો અને આઠ લાખ સેનામહેર ભેટ તરીકે તેની આગળ મૂક્યાં.
રાજા વિરધવળે સોમચંદ્રનું કથન ધીરજથી સાંભળ્યું અને પૂર્વાપર વિચાર કરી સિદ્ધરાજ સાથે યુદ્ધ કરી બલસારને છોડાવવાનું કબૂલ કર્યું.
રાજા વીરધવળે આઠ લાખ સુવર્ણમાંથી અડધી સુવર્ણ સુરપાળ રાજાને આપી અને સિદ્ધરાજને પરાભવ કરી બલસારને મુક્ત કરવા સાથે આવવા જણાવ્યું.
- રાજા સુરપાળે પણ ઉડા લોભ સમુદ્રને પૂર્ણ કરવા માટે રાજા વીરધવળના વિચારને ટેકે આ છે. અર્થાત