SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ નિકના શિખર પર ' ઉદ્યાનમાં આવી દેવે મને કહ્યું કે કુમારે ! આ લઈ જઈ તું રાજાને સપજે હું તારી સાથે ગુપ્તપણે આવું છું. ત્યાં આવ્યા પછી જેમ મને ઉચિત લાગશે, તેમ ગુપ્તપણે રહી કાર્ય કરીશ. દેવી ! તે કરંડીએ લાવી મેં રાજાને સગે અને તેની અનુમતિ લઈ હું તારી પાસે આવ્યો છું. મને ચોક્કસ ખાત્રી છે. કે દેત્રની મદદથી હવે તારે છુટકારે ઘણા ચેડા જ વખતમાં થશે, વિયોગ હર થશે અને નિરંતરને માટે આપણે સુખી થઈશું. દુઃખનું વાદળ હવે વિખરાવા લાગ્યું છે. આ પ્રમાણે મલયસુંદરીને દિલાસો આપતો મહાબળ ત્યાં ઉભે છે. આ બાજુ મહાબળે જે આમ્રફળને કરંડીયે રાજા પાસે રાજસભામાં મૂક્યું હતું, તેમાંથી અકસ્માત એવા શબ્દ નીકળવા લાગ્યા કે “રાજાને ખાઉં કે પ્રધાનને ખાઉં ?” વારંવાર નીકળતા આ શબ્દો સાંભળી રાજા ભયબ્રાંત થયે. તે બેલવા લાગ્યું કે ગુપ્તપણે પૃથ્વી પર વિચરનાર આ કેઈ ખરેખર સિદ્ધ પુરૂષ જ છે. નહિતર આવાં દુકર કાર્યો પણ લીલા માત્રમાં કેમ કરી આપે ? હું ધારું છું કે આપણે નાશ કરવા માટે આમ્રફળના દંભથી આ કરંડીયામાં તેણે કોઈ જાતની બીભિષિકા–ભય ઉત્પન્ન થાય તેવી વસ્તુ લાવી મૂકી છે. આ પ્રમાણે ભયથી કંપાતા અને બાલતા રાજાને દેખી કાંઈક હસતે હસતે પ્રધાન બોલી ઉઠે અરે ?
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy