________________
૨૯
બળતી ચિતામાં મહાબળ કહે, મલયસુંદરીને ખબર આપી કે સિદ્ધપુરૂષ રાખનું પિોટલું લઈ જીવતો પાછો આવ્યો છે.
આ ખબરથી મલયસુંદરીના હર્ષને પાર ન રહ્યો. મહાબળને મળવાને અતિઉત્કંઠિત થયેલી મલયસુંદરી રાજપુરૂષોની સાથે રાજસભામાં આવી. હર્ષઘેલી સુંદરી મહાબળને મળી. સભામાં જ એકાંત મેળવી તેણે મહાબળને મળી. સભામાં જ એકાંત મેળવી તેને મહાબળને પૂછ્યું. હે નાથ ! ચિતામાં પ્રવેશ કર્યા છતાં પણ આપ કેવી રીતે પાછા આવ્યા ?
મહાબળ મંદ મંદ સ્વરે જણાવ્યું. કાંતા ! હું પેલા અંધકુવામાંથી જે સુરંગને રસ્તે થઈ બહાર નીકળે હત, તેજ સુરંગ દ્વાર ઉપર મેં આજુબાજુ મોટી ચિતા ખડકાવી હતી અને વચમાં પોલાણ રખાવ્યું હતું. ચિતામાં પ્રવેશ કર્યા પછી જ્યારે ચિતા સળગાવવામાં આવી ત્યારે તે સુરંગનું દ્વાર ઉઘાડી-શિલા દૂર કરી હું અંદર ગયે અને અંદરથી દ્વાર પાછું બંધ કર્યું.
જ્યારે દ્વાર પાછું ખેલ્યું. આજુબાજુ કેઈ મારા દેખવામાં ન આવ્યું, ત્યારે હું સુરંગથી બહાર નીકળ્યો અને રાખનું પોટલું બાંધી અહીં આવ્યા
આ ગુપ્ત વાત તારે બીલકુલ પ્રકાશિત ન કરવી. કેમ કે આ દુષ્ટ રાજા મારા છિદ્રો જોયા કરે છે.
આ દંપતીને, વાતચીત કરતાં જોઈ રાજા તેમની પાસે આવ્યો અને સર્ણ બળને કહેવા લાગ્યો.