________________
મલવસુંદરી ચરિત્ર મહાબળ–રાજા માટે તે ચિતાની રાખ લઈ આવ્યા છું. આ પ્રમાણે ઉત્તર આપતો મહાબળ રાજમંદિરમાં આવ્યો રાજાની પાસે રાખને પાટલે મૂકી સિધે જણાવ્યું.
જન ! તે ચિતાની આ રાખ છે, દુર્લભમાં દુર્લભ ઔષધ આ છે. હવે તમારી ઈચ્છાનુસાર જોઈએ તેટલી તમારા માથા ઉપર નાખે, જેથી તમારા મસ્તકને વ્ય ધિ શાંત થાય.
રાજા–સિદ્ધપુરૂષ! ચિતાગ્નિમાં કેમ દષ્ટ ન થયો? “આ ઠેકાણે સરલ થવાનું કામ નથી, શઠં પ્રતિ શાઠ્ય કુર્યાત” આ ન્યાયને યાદ કરી મહાબળે જણાવ્યું.
સિદ્ધપુરૂષ-રાજન ! હું ચિતાની અંદર બળીને ભસ્મિભૂત થયો હતો. મારા આવા દઢ સત્વથી ખેંચાઈ દે મારી પાસે આવ્યાં. તેઓએ એ ચિતાને અમૃતનું સિંચન કર્યું તેથી હું ફરી સજીવન થયો. સજીવન થઈ તમારે માટે આ રાખનું પિટલું બાંધી હું અહીં આવ્યો છું. રાજન ! આ રાખ ગ્રહણ કરે તમારું બેલેલું વચન પાળે અને મારી સ્ત્રી અને પાછી સેંપી ઘો.
રાજા વિચારમાં પડયો કે ખરેખર કે પૂર્ત છે. સુભટેની નજર ચૂકાવી ચિતા બહાર રહ્યો જણાય છે અને સુભટોએ ખાલી ચિતા સળગાવી દીધી છે. દેવતા કેવા અને વાત શી? આ સર્વ તેને પ્રપંચ છે ચિતામાં બળેલો મનુષ્ય ફરી પાછો સજીવન થાય જ શાને ! કેટલાક ગુણાનુરાગી મનુષ્યએ કહે કે, રાજદ્રોહો મનુષ્યએ