SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પણથદરીનું ચરિત્ર આજુબાજુ ઉભા હતા. ખેદ, દયા આશ્ચર્યથી હજારો લોકોની મેદની ભરાઈ હતી. આ વૃત્તાંતની મલય સુંદરીને ખબર મળતાં જ તેને ઘણું દુઃખ થયું. તે પિતાને ધિક્કારવા લાગી કે આ મારા જન્મને અને શરીરની સૌંદર્યતાનો ધિકકાર થાઓ. આ પરકમી નરરત્નને અનર્થની આફતમાં પાડવામાં હું અનેકવાર નિમિત્તભૂત થઈ છું. હે નાથી તમે હમણુંજ એક મહાન વિપત્તિને પાર પામ્યા છે. તેટલામાં વળી આ બીજી તેનાથી પણ અધિક આપત્તિમાં ક્યાં આવી પડયા ? મારા એક પામર જીવને બચાવ ખાતર અનેક જેને ઉપકારી તમારા પવિત્ર આત્માને તમે શા સારૂ જોખમમાં નાખે છે ? રાજપુરૂષ તમને પકડીને અગ્નિમાં પ્રવેશ કરાવશે. તે દુઃસહ અગ્નિમાંથી તમે કેવી રીતે નીકળી શકશે ? પ્રિય ! જીવતાં જ અગ્નિજવાળામાં પડેલું તમારું શરીર અગ્નિદાહની પીડાને કેવી રીતે સહન કરશે ? તમે અહીં આવીને શા માટે મળ્યા ? અને સર્પદંશથી ડસાયેલી આ પાપિણીને શા માટે સજીવન કરી ? તમે અહીંથી બીજે ઠેકાણે ચાલ્યા જાઓ, તમારા શરીરને બચાવે. પાપી રાજાના હાથમાં કદી ફસાવવાની નથી પણ તમે અહીંથી દૂર થતાં જ આ દેહથી જુદો કરી મારા આત્માને પર લેકમાં મેકલી આપીશ ઈત્યાદિ અનેક પ્રકારે ધિક્કાર, આળભા પ્રશ્ચાતાપ, શિક્ષા અને વિલાપ
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy