SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ મલયસુંદરી પરિવ બાળવામાં આવે, તે ચિતાની રાખી મસ્તક ઉપર લગાડવામાં આવે, તે મસ્તક પીડા શાંત થાય. આ ઔષધ મને લાવી આપે. મહાબળ આ શબ્દ સાંભળી વિચારમાં પડયો. ખરેખર ! આ રાજા મલયસુંદરીમાં આસક્ત થયો છે અને તેથી તેને લેવા બદલ મને મારવાને ઈ છે છે પિતાના આ દુષ્ટ આશયથી પહેલાં જ તેને કોઈ પણ કાર્ય કરી આપવાનું વચન મારી પાસેથી માંગી લીધું છે. જે હું તેનું આ કાર્ય નહિ કરી આપું તે તે મારી સ્ત્રી મને આપશે નહિ. આ કાર્ય પણ મરણ પામ્યા સિવાય કરી શકવું અશક્ય જણાય છે. કેટલીક વાર વિચાર કરી સાહસ અવલંબી તેણે જણાવ્યું. રાજન ! આ ઔષધ સંબંધી તમારે કાંઈ પણ ચિંતા ન કરવી. આવું દુર્લભ ઔષધ પણ હું તમને મેળવી આપીશ. કાર્ય થવાથી મને મારી સ્ત્રી પાછી સોપી દેજે અને સુખે રાજ્ય કરજે. દુષ્ટ પરિણામવાળે રાજા કાંઈક હસીને બોલ્યો પોપકારી સિદ્ધ ! તમે શું કહે છે ? મારે વિશ્વાસ તમને નથી આવતું ? આ કાર્ય સિદ્ધ કરી આવ્યા એટલે તરતજ તમારી સ્ત્રી તમને સેંપી દઈશ. આ પ્રમાણે કહી બનેને જુદા જુદા મકાનમાં રાખી ફરતે મજબુત ચોકી પહેરે મૂકી, હર્ષ પામતે રાજા પિતાના મંદિરમાં ગયો. નામ - - ---
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy