________________
૨૮૦
મલયસુંદરી ચરિત્ર કાંઈ જરૂર નથી ફક્ત તે મલયસુંદરી સ્ત્રી મને જે આપ તે હું હમણાં જ તેને સજીવન કરૂં.
આ શબ્દો સાંભળી રાજા વિચારમાં પડયો, અરે ! જેને માટે આટલા દિવસથી હેરાન થાઉં છું, તેને માટે રાત દિવસ સુખે નિદ્રા આવતી નથી અને જેને માટે આ પુરૂષને મેં કુવામાં ફેંકી દીધું હતું, તે સ્ત્રીને સજીવન થયા પછી આ પુરૂષ લઈ જાય તે પછી આ આ સ્ત્રી સજીવન થાય તે પણ ઠીક અને ન થાય તે પણ ઠીક. કેમ કે તે સ્ત્રી માંરા ઉપયોગમાં તે કાંઈ નજ આવે! આ ઈરાદાથી રાજા છેડા વખત મૌન રહ્યો, પણ ડીવારે કાંઈક વિચાર કરી જવાબ આપે કે હે સપુરૂષ ! આ સ્ત્રી સજીવન કર્યા પછી મારું બતાવેલું કાર્ય જે તું કરી આપીશ તે આ સ્ત્રી તને આપી દઈશ.
મહાબળે વિચાર કર્યો કે સત્યવાન મનુષ્યને અશક્ય શું છે ? રાજા જે કહેશે તે કાર્ય કરી આપીને પણ હું મારી સ્ત્રીને લઈ ચાલતે થઈશ. ઈત્યાદિ દઢ નિર્ણય કરી તેણે રાજાને જણાવ્યું. રાજન ! તમે જે કાર્ય બતાવશો તે કાર્ય કરી આપીશ.
રાજાએ તે સ્ત્રીને સજીવન કરવાનો આદેશ આપ્યા મહાબળ રાજા સાથે મલયસુંદરી પાસે આવ્યા. આ અવસરે મલવસુંદરીના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું અને ગાઢ મૂછમાં પડી હતી. પિતાની વલભાની આ અવસ્થા દેખી તેનું હૃદય ભરાઈ આવ્યું, ઘણું મહેનતે અશ્રુ પ્રવાહ રોકી રાખે.