________________
૨૭૯
કારાયલમાં પણ પામેલી મલયસુંદરીને જે કોઈ સજીવન કરશે તેને હું ' મારે રણરંગ નામને હાથી. રાજકન્યા અને એક દેશ ઈનામ તરીકે આપીશ.
આ પડહ આખા શહેરમાં ફર્યો પણ કોઈએ તેને સ્પર્શ ન કર્યો ત્યારે કંદર્પ રાજા વિશેષ નિરાશ થયા. એટલામાં એક વિદેશી પુરૂષ આવી તે પડહને સ્પર્શે અને ઉદ્યોષણ બંધ રખાવી સર્પનું ઝેર ઉતારવાનું ઘણુ ઉત્સાહથી કબુલ કર્યું. રાજપુરૂષે તેને સાથે લઈ રાજા પાસે આવ્યા.
રાજપુરૂષેએ જણાવ્યું, મહારાજા ! આ પુરૂષ વિષ પ્રતિકાર કરવાને તૈયાર છે. રાજાએ જરા વિશેષ નિહાળીને તેને સન્મુખ જોયું જોતાં જ તે પુરૂષને ઓળખી લીધ હા ! આતે તેજ પુરૂષ છે કે જે કુવાની અંદર મલયસુંદરી સાથે મેં દીઠે હતે. અરે ! તેવા અંધકૃપમાંથી તે કેવી રીતે નાક હશે ? દૈવથી હણાયેલે એ કેણ મનુષ્ય છે કે મારી આજ્ઞા સિવાય તેને બહાર કાઢે ? તે અંધકૃપમાંથી પિતાની મેળે નીકળવું તે તે અશક્ય જ છે ઈત્યાદિ વિચાર કરતા રાજાએ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે ક્રોધના આકારને ગેપવી, કાંઈક હસતા ચહેરે જણાવ્યું. સપુરૂષ ! તું મલયસુંદરીને સજીવન કર. સજીવન થતાં રણરંગ હાથી, રાજકન્યા અને એક દેશ હું તને આપીશ.
તે પુરૂષે જણાવ્યું. રાજન ! મને તે વસ્તુઓની