________________
૨૭૪
લયસુંદરી ચરિત્ર
કેટલાક વખત પછી પહેરેગીરો જાગૃત થયા. તપાસ કરતાં રાજાએ સોંપેલ નવીન પુરૂષ જોવામાં ન આવ્યું. તરતજ રાજાને ખબર આપી. અનેક પુરૂષોને સાથે લઈ પગલે પગલે તપાસ કરતાં રાજા છેવટે કુવા ઉપર આવી પહોંચે કુવામાં તપાસ કરતાં સ્ત્રી, પુરૂષ અને જોવામાં આવ્યાં. રાજાને ઘણે વિસ્મય થયો. તે વિચારવા લાગ્યા કે, આ પુરૂષ તેને કેઈ પ્રિય સંબંધી જણાય છે. મલય સુંદરી તેની સાથે વાર્તાલાપ કરી રહી છે. તેમજ તેનું સ્વાભાવિક સ્વરૂપ પણ અહીં પ્રગટ થયું જણાય છે. અહા ! શું આ પુરૂષનું અદ્ભૂતરૂપ છે. તેનું સૌભાગ્ય તેનું યૌવન ! આ બન્નેને સંગ પણ યોગ્ય છે. વિધિપણ ખરેખર વિદ્વાન જ છે કે આ બંનેને અનુકુળ સંગ મેળવી આપે છે. સ્વર્ગમાં રહેલ દેવ દેવીની માફક કે રતિ અને કામની માફક આ ડું શોભે છે. આ લેકમાં આ બંનેને જન્મ સફળ છે. વિગેરે વિચાર કરતાં તે કંદર્પ કંદર્પ રાજાએ કુવામાં રહેલાં દંપતીને જણાવ્યું કે, “હું તમને અભય આપું છું તમે બન્ને જણ કુવામાંથી બહાર આવે. આ રજજુ સાથે બાધેલી માંચીએ કુવામાં મૂકવામાં આવે છે તેના ઉપર તમે ચઢી બેસે. એટલે હું તમને બહાર કઢાવું છું.”
મલયસુંદરીએ મહાબળને જણાવ્યું. પ્રિય ! આજ કંદર્પરાજા વિષયાંધ થઈ મારે પગલે પગલે અહીં આવ્યું જણાય છે. આ કામાંધારાજાએ મને ઘણા દિવસ સુધી