________________
૨૭૨
મલયસુંદરી ચરિત્ર - મહાબળ આ વાતને મર્મ સમજી ગયે, પિતાને નિષ્ટયુકતથી થુંકથી તેનું ભાળ મર્યાદિત કર્યું કે તરત જ તે પુરૂષ સ્ત્રીરૂપે થઈ ગયે અર્થાત મલયસુંદરીનું સ્વાભાવિક રૂપ થયું. . .
! - આ અવસરે કુવાની ભીંતના એક પોલાણમાં રહેલા સર્વે પિતાની ફણા બહાર કાઢી. તેની ફણા ઉપર તેજવી મણિ હોવાથી તેના તેજથી કુવામાં પ્રકાશ થશે. વિયેગી દંપતીને તામિલન માટે પ્રકાશ કરી, સર્વે ભવિષ્યમાં થનાર, ઉદયની આગાહી બતાવી. પ્રિયાને નિરખવા માટે ઉત્કંઠિત થયેલા મહાબળે મણિના પ્રકાશની મદદથી પિતાની પાસે ઉભેલી મલય સુંદરીને દીકી, તેને જોઈ મહાબળ બોલી ઊડશે. અહા ! શું આજે વાદળ વિનાની વૃષ્ટિ ! જેની શોધ માટે ભમી ભમીને થાકી ગયો, છતાં કોઈ ઠેકાણે નહિ જણાયેલી સુંદરી આજે વિધિવેગે અંધકૃપમાં મળી આવી.
મલયસુંદરી– વિધિ ! જેના વિયોગથી માથે દુખના ડુંગરે ઉગ્યા, જેના મેળાપની આશા મૂકી આજે મરણનું શરણ લીધું છે, તે સ્વામીને આમ અકસ્માત મેળાપ થયે તે મારા અહોભાગ્યની નિશાની છે આ પ્રમાણે બોલતાં દંપતી પરસ્પર ભેટી પડયાં નેત્રમાંથી હર્ષાબુનો પ્રવાહ છુટ. | મહાબળ–પ્રિયા ! આજપર્યંત તારે સર્વ વૃત્તાંત મને જણાવ.