________________
એની લડાઈમાં મામસુંદરી સમુદ્રમાં
૨૪૯
ઉપર તરતા હતા મલયસુંદરી ખરાખર તેની પીઠ ઉપર આવી પડી.
અત્યારે તેની મૂર્છા ચાલી ગઈ હતી. દુઃખ ખલાના અનેક વિભાગાના અનુભવ કરવા માટે આવી સ્થિતિમાં પણ તે જીવતી રહી હતી. તે વિચાર કવા લાગી હું ભર સમુદ્રમાં આ મચ્છની પીઠ પર રહી છું. ચારે દિશાએ જળજળાકાર સિવાય બીજુ કાંઈ દેખાતુ નથી. હવે આપણી તો તૈયારી છે. આ મચ્છ પાણીમાં તળીએ ચાલ્યે. જાય તેટલી જ વાર મારે માટે જીવિત શેષ જણાય છે. ઘેાડા વખત પછી નિરાધાર સ્થિતિમાં મરવું પડશે, તે પહેલાં મારે જાગૃત થવુ જોઇએ. મરવુ આવશ્યક છે અને તે પણુ નજીકમાં જ નિરાધારના આધારરૂપ પરમાત્માનું શરણ. સ્મરણુ અને અનશન વ્રત એ મારે અવશ્ય કરી લેવાં કે આત્મા અને પરમાત્માના આરાધના પૂર્ણાંક થયેલુ' મરણ, આગામી જન્મમાં સુલભ એધિતા, ધર્મિષ્ટ અને ઉચ્ચ કુળમાં જન્મ, તથા અનેક અનુકૂળ સંયોગને મેળવી ાપનાર થાય.
આ પ્રમાણે વિચાર કરી તે ધર્માત્મા સતીએ પંચપરમેષ્ટિ મંત્રના મરણુ કરવા પૂર્વક અરહિત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણુ અંગીકાર કર્યું. આ જન્મમાં કરાયેલા પાપાને યાદ કરી આત્મા અને પરમાત્માની સાક્ષીએ તેની માફી માગી, અનેક જન્મોમાં પર્યટન કરતાં જાણુથી કે અજાણુથી થયેલા વેર વિરાધ સર્વ જીવાની સાથે