________________
વરાછામાં અને અકુર ૨૩૫ કે તે સુંદરીને તે મેં નિર્જન પ્રદેશમાં મોકલાવી મારી નંખાવી છે. તે તે જીવતી કયાંથી હોય? આ વાતને નિર્ણય કરવા માટે જે સુભટે તેને મારવા મોકલ્યા હતા તે સુભટેને રાજાએ પિતાની પાસે તરત જ બોલાવ્યા. સુભટે આવી તરત જ હાજર થયા.
રાજા–સુભટો! હું તમને અભયદાન આપું છું તમે સાચે સાચું કહેજે, મલયસુંદરીને મારી નાખવાને મેં તમને આદેશ આપ્યો હતો, જંગલમાં લઈ જઈ તમે તેનું શું કર્યું?
સુભ-મહારાજા! અમે તેને નિજને પ્રદેશવાળા જંગલમાં લઈ જઈ એક ઝાડ નીચે મૂકી તે વેળાએ ભયથી તેનું શરીર કંપવા લાગ્યું, તેનું મુખ દીન થઈ ગયું અને અત્યંત રૂદન કરવા લાગી આવા તેનાં ચિહે ઉપરથી અમે વિચાર કર્યો કે આવાં લક્ષણવાળી સ્ત્રી રાક્ષસી હાય જ નહિં, બેટી ભ્રાંતિથી કઈ દુષ્ટ રાજાને વ્યામોહ ઉપજાએ જણાય છે, સ્ત્રી હત્યા અને બાળહત્યા કરવાનું મોટું પાપ છે, તે આ સગર્ભા રાણીને મારવાથી આપણને મટું પાપ થશે. આપણે તેને અહીં મૂકીને ચાલ્યા જવું તે પિતાની મેળે નિર્જન પ્રદેશમાં રવડી રવડીને મરી જશે. અમે આ પ્રમાણે નિર્ણય કરી રૂદન કરતી તેને ત્યાંજ જીવતી મૂકી પાછા ચાલ્યા આવ્યા છીએ પણ આપના ભયથી અમે અસત્ય બેલ્યા છીએ કે અમે મારી નાખી છે.
. . .