________________
-
૨૩૦
મલયસુંદરીનું ચરિત્ર પ્રધાન-નિમિત્તજ્ઞ, મહાબળ કુમારનાં પત્ની મલયસુંદરી, નિર્દોષ છતાં એક સ્ત્રીના પ્રપંચથી કલંક પામી આજ પ્રમાણે આ સમુદાયથી પૃથક થયાં છે, તેને દુખથી આ રાજકુટુંબ મેટી આફતમાં આવી પડયું છે. તેનું પરિણામ અમને ભયંકર દેખાય છે, તે કારણથી આ સર્વ લોક ભય તથા શોકથી દુઃખી થઈ રહ્યાં છે. અત્યારની એક એક ઘડી તે અમારાં દુખમાં વધારો કરતી જાય છે.
નિમિતજ્ઞ! તમારા નિમિત્તબળથી તમે કઈ જાણ શકે છે કે તે કુમારની પત્ની કોઈ પણ સ્થળે જીવતી છે કે મરણ પામી છે
શ્ન ઉપરથી ગણત્રી કરી નિમિત્તણે જણાવ્યું, મહાશય ! કુમારનાં પત્ની જીવતાં છે અને એક વર્ષને અંતે કુમારને મળશે.
મલયસુંદરી જીવતી છે અમૃત સમાન આ વાક્ય સાંભળતાં જ જાણે પુનર્જીવન આવ્યું હોય, વિકસ્વર નેત્ર કરી કુમાર બેલી ઊઠે.
નિમિત્તશ! વિલંબ નહિ કરતાં મને તરત જ ઉત્તર આપ, તે સુંદરી હમણાં કયાં છે ?
નિમિતકુમાર! તમારાં પત્ની જ ગલમાં છે કે વસતીમાં સુખી છે કે દુઃખી ઈત્યાદિ ચેકસ વાત હું જાણી શકતું નથી, તથાપિ તેટલું તે ચોક્કસ કહું છું કે તે સુંદરી જીવતી છે.
આ શબ્દોથી રાજાના મનમાં માટે શક આવ્યા