________________
२१८
મલયસુંદરીનું ચરિત્ર બુદ્ધિમાનોની બુદ્ધિના, દૌર્યવાનની દીર્યતાને, વિવેક્કન વિવેકને, શોધકેની શોધને, દીર્ધ દશની દીર્ધદશીતાને અને વિચારવાની વિચારતાને નિર્ણય થાય છે. આવા કાર્યને કઈક લાંબી મુદત પર્યત લંબાવીને પછી તેને નિવેડે કે નિશ્ચય કરવામાં આવે તે અવશ્ય તેનું સારું પરિણામ આવવા ખરેખર સંભવ રહે છે.
રાજા અત્યારે ભલે ગમે તેટલે પશ્ચાતાપ કરે, પણ તે મલયસુંદરી હવે પછી આવે તેમ છે ? નહિ જ કાર્ય વિનષ્ટ થયા પછી તેને પશ્ચાતાપ કરે તે નિરૂપગી છે. ભવિષ્યનાં નવાં જોખમે માટે તે આ પશ્ચાતાપની ઉંડી અસર કદાચ ઉપયોગી નીવડે છે.
રાજાને પશ્ચાતાપ અને ગુસ્સે હદ પારનાં હતાં તેથી કનકવતીને તે તરતજ હદપાર કરવામાં આવી, પણ તેથી કાંઈ મહાબળના વિયેગી આત્માને તે શાંતિ ન જ મળી.
આસન્નપ્રસવા અને નિર્દોષ વલ્લભાના આવા અનિષ્ટ ભવિષ્યથી મહાબળના શકને કે દુઃખને પાર ન રહ્યો. તેનું હૃદય પરાધીન થયું. બેલિવું બંધ કર્યું. ભજનને ત્યાગ કર્યો, મન મુંઝાવા લાગ્યાં, હૃદય પુરવા લાગ્યું, શરીર ક્રિયા કરતું અટકી ગયું, ને અશ્રુધારા વરસાવવા લાગ્યાં દિશાઓ શૂન્ય જણાવા લાગી, ટૂંકમાં કહીએ તે ધ્યાનરૂઢ થયેલે વેગી જેમ ભય દશા પામે છે, તેમ વલભાના ધ્યાનમાં તે લીન થઈ ગયું. છેવટે તેના વિશે મરવા માટે તૈયાર થયે.