________________
૨૨૪
મહાસુંદરી ચરિત્ર કુમાર તે યુદ્ધ કરવા ગયા હતા અને મલય સુંદરીને મારી નંખાવી એટલે મહેલને સુન રહ્યો જાણે રાજાએ તે મહેલનાં ચારે બાજુથી દ્વાર બંધ કરાવ્યાં અને મુખ્ય હારે તાળાં દેવરાવી કઈ બોલે નહિ માટે સીલ કરાવ્યાં.
પ્રકરણ ૩૪ મું
મહાબળને પશ્ચાતાપ
મહાબળે શત્રુને જીતવા માટે અખંડ પ્રયાણે આગળ વા. થોડા જ વખતમાં તે ભીલ પઠ્ઠો પતિ સન્મુખ આવી લાગે. પરસ્પર તુમુલ યુદ્ધ થયું. ઉત્સાહી અને યુવાન રાજકુમારે પોતાનું સંપૂર્ણ બળ વાપર્યું. કેળવાયેલા રાજકુમાર સામે જંગલી ભીલે ટકી ન શક્યા. કુમારે ચારે દિશામાં તેનું રિન્ય વિખેરી નાખ્યું, ભીલરાજાને જીવતો પકડી લીધો. તેની પાસેથી કેટલેક દંડ લઈ પિતાની આજ્ઞા મનાવી. ઉદાર દિલના રાજકુમારે પાછા તેને તેના રાજ્ય પર સ્થાપન કર્યો.
ભીલપક્ષીપતિ ઉપર વિજય મેળવી, ત્યાં બીલકુલ ન રોકાતાં નજીક પ્રસૂતીવાળી પ્રિયાને મળવાને ઉત્કંઠિત થયેલ મહાબળ તત્કાળ પાછો ફર્યો. નિર્વિલંબ પ્રયાણે ચાલતાં થોડા જ વખતમાં પૂછવીસ્થાનપુરમાં આવી પહે.
પિતાને નમસ્કાર કરી યુદ્ધ સંબંધી વૃત્તાંત નિવેદન કર્યું. આટલી ટૂંક મુદતમાં પલપતિ સ્વાધીન થયેલ