________________
૨૦૦
- મલયસંદરી ચરિત્ર પ્રજાલક–મહારાજા ! આમાં કેદ કરવાનું કાંઈ નથી. આ સ્થળે ખરેખર અપરાધ અજ્ઞાનતાનો જ છે..
પદમાવતીરાણીએ પુત્રવધૂને પિતાના ઉલ્લંગમાં બેસાડીને સનેહથી જણાવ્યું. પુત્રી ! તે અરે વૃત્તાંત તે અવસરે કેમ ન જણાવ્યું ? અથવા તે અવસરે મૌન કર્યું તેજ ઠીક કર્યું. કેમ કે સાચી વાત કહેવા છતાં પણ તે અઘટમાન વાત કેઈના માનવામાં ન આવત. કયાં ચંદ્રાવતીપુરી અને કયાં પૃથ્વીસ્થાનપુર ! વળી પુરૂષના રૂપમાં એટલે તે વાત માનવી તે અસંભવિત લાગે.
પુત્રી ! અજ્ઞાનતાથી અમે તેને અસહ્ય દુઃખ આપ્યું છે ! હા ! હા ! એ અવસરે તારૂ કંઈ અનિષ્ટ થયું હેત તે અમારી કેવી સ્થિતિ થાત ! ખરેખર હજી અમારા પુણ્ય જાગૃત છે તેથી આવું છું પણ અમને શુદય અર્થે થયું.
પુત્રી ! અમારે અપરાધ તારે ક્ષમા કરવા યોગ્ય છે. કેમકે કુળબાળાઓને પરમાર્થની જાણ હોય છે. તારા જેવી ગુણશાળી રાજકુમારી સાથે વિધિપૂર્વક લગ્ન કરી સત્યપ્રતિજ્ઞ રાજકુમાર વધૂસહિત આવેલ દેખી અમે અમારા આત્માને અથવા મનુષ્ય જન્મને કૃતાર્થ માનીએ છીએ. અમારા સર્વ મને આજે સફળ થયા. આ દેહ પંજરમાંથી ઉડી જતો આત્મા આજે સુખસાગરમાં નિમગ્ન થઈ રહ્યો છે.