________________
મલયસ દર ચરિત્ર
ફરતા જણાય છે. આમ થવામાં પરમાર્થ કાંઈ સમજાતે નથી. છેવટને ઉપાય છે એ જ છે કે મારે તેનું આરાધન કરવું કેમકે “મશિગ્રાહ્ય દિ દેવ દેવે ભક્તિથી સ્વાધીન : યા અનુકૂળ થાય છે. આમ નિર્ણય કરી રાજાએ પોતે ધૂપ ઉખે, પુષ્પથી તે સર્પની પૂજા કરી અને નમ્રતાથી જણાવ્યું કે, પન્નગાધિરાજ ! મેં તમને અનેક પ્રકારે દુહવ્યા છે. કૃપાળુ થઈ તે મારે દુર્નય સહન કરશે.
રાજા આ પ્રમાણે કહેતે હતું તેવામાં તે સ્ત્રીએ–. મલયસુંદરીએ સર્પને નીચે મૂકી દીધું. એટલે રાજાએ દુધ મંગાવી તેની આગળ પીવા માટે મુક્યું.
દૂધ પાઈને તે સર્પ જ્યારે શાંત દયે ત્યારે રાજાએ તે સંપ લાવનાર ગારૂડીકેને બોલાવીને કહ્યું અરે ગારૂડીકે ! આ સર્પરાજને તમે જે સ્થાનેથી લાવ્યા હોય, તેજ સ્થાનકે તેને જરા માત્ર દુઃખ ન થાય તેવી રીતે પાછા લઈ જઈને મૂકી આવે. જે આ નાગરાજને જરામાત્ર દુઃખ થશે તો હું તમને દેહાંતદંડ આપીશ.
રાજાને આદેશ જતાં જ ગારૂડીકેએ તે સર્પને ઉપાડી જે સ્થળેથી લાવ્યા હતા તે જ સ્થળે પાછો યતનાપૂર્વક મૂકી દીધો અને પાછા આવી રાજાને તે વાત જણાવી.
રાજા મલયસુંદરીને પૂછે છે. શુભે! પ્રથમ તું પુરૂષ રૂપ હતી અને હમણાં અમારા સર્વના દેખતાં સ્ત્રીરૂપે થઈ છું તે આમ થવામાં ખરે પરમાર્થ શું છે? તેમજ આવા સુંદર રૂપ ધારણ કરતી તું પિતે કોણ છે? આ.