________________
૧૦. મલયસુંદરી ચરિત્ર વિશેષ દુખી હેય તે તે મહારાજા વિરધવળ હત; કારણ કે એક મહાન દુઃખને પાર તે કાલેજ પામ્યા હતા તેવામાં પાછું બીજુ દુખ તેની પાસે આવીને ઉભું જ રહ્યું. તે વિચાર કરતું હતું કે કયાં પૃથ્વસ્થાનપુર અને ક્યાં ચંદ્રા-- વતી ! કયાં મારી દાખીની મલયસુંદરી અને જ્યાં તે . ગુણવાન મહાબળ કુમાર ! વિધિગથી મને આ પ્રસંગે . તેઓને મેળાપ થયે, પણ અભાગ્યોદયથી ફરી તેઓને સમાગમ ક્યાંથી હોય ! વિધુતના ઝબકારાની માફક અમે : તે બંને બાળકોને જોયાં અને પાછા વિલય પણ થઈ ગયાં !. અહા શું વિધિસંગ ! સઘળું ઈદ્રજાળ જેવું જ ને ! અરે વિધિ ! આ કાર્યને આવો જ વિપાક થવાનો હતો, તા તે આ બાળકોને શા માટે પ્રથમથી જ પ્રગટ કર્યા.. ભેજન આપવું તે વધારે સારું, પણ આપીને પાછું ખેચી લેવું તે તે ઠીક નહિ જ. જન્માંધપણું હોય તે સારૂં, પણ પાછળથી અંધ થવું તે તો દુઃખનું જ કારણ. કઈ વેરીએ તેઓનું હરણ કર્યું હશે ! કે વિપમ પ્રદેશમાં તેમનું મરણ થયું હશે ? કે શત્રુ રાજાએ તેમને મારી નાખ્યાં હશે? હા ! હા ! તેમને ક્યાંય પત્તો ન જ લાગે અથવા કઈ વીરપુરૂષ મહાબળના પ્લાનાથે કન્યા પરણું.
છાએ લઈને ચાલતો થયે ! અથવા કુમાર કુમારીની. ભ્રાંતિ દેખાડી કોઈ દયાળુ પુરૂષ મને મરણ નિવારી કીડા કરી ચાલતો થયે, હવે હું શું કરૂ? ક્યાં જાઉં ? આ પ્રમાણે ચિંતામાં મગ્ન થયેલે શુન્ય ચિત્તપણે રાજા ઉભા-ઉભે. ગુરે છે, તે પ્રસંગે કુમારીની ધાવમાતા વેગવતીએ રાજાને.