________________
વરમાળા આરે પણ અને લગ્ન ૧૬૩ તેની અંદર હાર જોવામાં ન આવ્યું ત્યારે મેં ફરીથી પૂછયું. સુંદરી ! આટલી જ વસ્તુ છે કે હજી કાંઈ બીજી -વસ્તુ બાકી છે? તેણીએ જણાવ્યું કે લક્ષમીપુંજહાર છે. પણ મેં કઈ ગુપ્ત સ્થળે જમીનમાં તે દાટ છે? કયાં -દાટ છે? તેણીએ જણાવ્યું. અહીંથી કેટલેક દૂર એક શુન્ય ઘર છે તેની પાસે એક કીર્તિસ્થભ છે, તેની ભીંતમાં મેં છુપાવ્યું છે, દિવસે તે હું ન જ જઈ શકું, રાત્રિએ પણ રાજપુરૂષના ભયથી ઘણી મુશ્કેલીએ જઈ શકાય. તે નિશાની પ્રમાણે તમે ત્યાં જઈ તે હાર લાવી શકે તે લઈ આવે, પછી આપણે બને અહીંથી ચાલ્યા જઈશું. જે તમે ન લાવી શકે તે આજ સંધ્યા પછી હું પોતે જઈને લઈ આવીશ. આ પ્રમાણે વાર્તાલાપ કરી હું તેની પાસેથી બહાર આવી.
મગધાએ મને જણાવ્યું, કેમ મહાભાગ! મારા ઘરમાંથી તેને બહાર કાઢવાનો કોઈ ઉપાય કર્યો.
મેં જણાવ્યું, હે ભદ્ર ! તારી પ્રાર્થનાથી મેં એવી ગોઠવણ કરી રાખી છે કે, હું તેને જવાને કદાચ મના કરીશ તે પણ તે આજની રાત્રિએ અહીંથી ચાલી જશે. હર્ષ પામતી વેશ્યાએ મારા માટે ભેજનની સામગ્રી તૈયાર કરાવી. કનકવતીએ બતાવેલી નીશાની પ્રમાણે દિવસે મેં ત્યાં જઈ ઘણી તપાસ કરી હારનો પત્તો ન લાગે, પછી હું વેશ્યાને ઘેર કનકવતીને જઈ મળી. તેણીને જણાવ્યું કે હારનો પત્તો મને નથી લાગે. માટે રાત્રિએ તે હાર