________________
૧૧૨
મલયસ દરી ચરિત્ર પુરૂષરૂપે મને જોઈ તેનું હૃદય રામબાણથી વિંધાઈ ગયું, વારંવાર સમ્મુખ જેતી અને નમ્ર વાક્યો બાલતી નિર્લજપણે મને વિષય માટે પ્રાર્થના કરવા લાગી. | તેને જણાવ્યું, મારે એક અતિ હાલે મિત્ર છે, રૂપમાં સાક્ષાત્ કામદેવ સરખે છે, તેમજ તે સ્ત્રીના અથ છે, કઈ કાર્ય પ્રસંગને લઈ આજે તે ગામ બહાર ગયે છે, તેણે મારી સાથે સંકેત કર્યો છે કે આવતી રાત્રિ એ ગેળા નદીના કિનારા પર આવેલા ભટ્ટારિકાદેવીના મંદિરમાં આપણે મળીશું. માટે જે તારી મરજી હોય તે તું ત્યાં આવજે, તે નિચે ત્યા મળશે. તમારા બંનેને સંગ સારો મળી આવશે. કદાચ તે ત્યાં નહી આવે તે પછી આપણે બને તે છીએજ ને.
કનકવતીએ મને પુછ્યું તમે કોણ છે ? અહીં શા માટે આવ્યા છે ? મેં જણાવ્યું કે અમે ક્ષત્રીય પુત્ર છીએ અને દેશાંતર જઈએ છીએ. રસ્તામાં આ શહેર આવેલું હોવાથી છેડો વખત અહીં રોકાયા હતા, મારૂં કહેવું સત્ય માની મારા પ્રિય મિત્રને મળવા અને વરવાનું તેણે કબુલ કર્ય'.
પિતાનું કરેલ સર્વ કાર્ય અને આવી પડેલી આક્ત તે સંબંધી વર્ણન કરતાં આખી રાત્રિ ચાલી ગઈ. પ્રભાત થતાં મેં તેને પુછયું સુંદરી ! તારી પાસે વસ્ત્ર, આભરણાદિક કાંઈ છે ? | મારા પર વિશ્વાસ અને પ્રીતિ રાખતી કનકવતીએ સર્વ વસ્તુ મારી પાસે લાવી હાજર કરી. તપાસ કરતાં