________________
૧૫
મલયસુંદરી ચરિત્ર
પોલાણુ તરફ મારી દૃષ્ટિ પડી; તે પોલાણમાં કેટલાંક વસ, અલંકારાદ્વિ મારા જોવામાં આવ્યાં. તપાસ કરતાં મને માલુમ પડયું' કે, તે વસ્ત્રાલંકારાદિ મારા પેાતાનાં જ હતાં, કેટલાક દિવસ ઉપર રાત્રિએ જે દેવીએ હરણ કરેલાં હતાં, તેણેજ અહી' લાવીને મૂકયાં હશે એમ ધારી તે સ વસ્તુએ મેં મારે કબજે કરી, તેવામાં મારી દૃષ્ટિ રસ્તા તરફ ગઈ તા ઉન્માર્ગે તને આવતાં મે' દીઠી એટલે તરત જ વડથી નીચે ઉતરી તને આવી મળ્યા આ પ્રમાણે મે તેને મારૂં વૃત્તાંત કહી આપ્યુ. હે કાંતા ! તું પણુ તારૂં વૃત્તાંત મને કહી સભળાવ.
મયસુંદરી—સ્વામીનાથ ! આપની શિક્ષા હૃદયમાં ધારી હું શહેરમાં આવી, માવેશ્યાને આવાસ પૂછતાં અને તેને માટે શહેરમાં ફરતાં તેને મે' એક દેવળમાં દીડી. ધૂરો` તેને મહા સંકટમાં નાખી હતી, તેથી ત્યાંથી તે આઘી પાછી જઈ શકતી નહેાતી, તે ભોજન કરવાની તા વાત જ શી કરવી, મેં તેને તેના દુઃખનું કારણ પુછ્યું. તેણીએ નિ:શ્વાસ નાંખી જણાવ્યુ કે, સત્પુરૂષ ! માગ દુઃખની હું તમને શું વાત કરૂ ? મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે.
હું
મારા મંદિરના આંગણામાં બેઠી હતી તેવામાં આ ધૂર્તો ફરતા ફરતા મારી પાસે આવીને બેઠા. આ શ્વેત છે તેની મને ખબર ન પડી. હાસ્યમાં મેં તેને કહ્યું કે, તું મારૂં શરીર સવાહન કર–દુખાવ, હું તને કાંઇક આપીશ તે માણસ સંવાહન કરવામાં ઘણાજ કુશળ