________________
અથવસુંદરી અથવર મડ૫માં ૧૪૪ ચંપકમાળા-પુત્રી હું તારી માતા છતાં ખરેખર આ અવસરે વેરણ જ થઈ છું. બેટા ! તે અપરાધ ક્ષમા કરજે. અરે ! આટલું બધું દુઃખ તે કેવી રીતે સહન
રાજા–પુત્રી ! આંધ કુવામાં પડતાં તને આપણી કુળદેવીએ અધર ઝીલી લઈ પિતાની પાસે રાખી હતી. તને યોગ્ય પતિ પ્રાપ્ત થાય તે હેતુથી રાજકુમારના બળની પરીક્ષા કરવા માટે આ સ્થંભમાં રાખવામાં આવી હોય તેમ જણાય છે. વળી કનક્વતીની પાસેથી આ લક્ષમીપુંજહાર પાછો લાવી તારા કંઠમાં આપી, દિવ્ય વસ્ત્રોથી શણગારી, હાથમાં વરમાળા આપવા પૂવર્ક તેણે જ વિભૂષિત કરી જણાય છે. આ સ્થંભ પાણિગ્રહણ મહોત્સવના પ્રસંગે આજેજ અમને કુળદેવીએ સાંખે છે.
મલયસુંદરી પિતાના મનમાં બોલી, આ કર્તવ્ય કુળદેવીનું છે કે કુળદીપકનું છે તે સર્વ વાત હું જાણું છું.
રાજા–આ સર્વ બીના અમને એક જ્ઞાની નિમિતીએ કહી હતી, પણ કુળદેવીએ આ સંબંધી કાંઈ પણ વાત અને સ્વપ્નમાં પણ જણાવી નથી, એનું શું કારણ હશે? કદાચ તે જ્ઞાની એજ કુળદેવી હોય છે કે જાણે!
પ્રધાન ! મારૂં ઈચ્છિત સર્વ સિદ્ધ થયું. ચિતા દર ગઈ, ભાગ્ય ઉધડવું, પણ એકજ વાત મારા હૃદયમાં ખટકે છે કે, તે જ્ઞાની પુત્રીને પતિ મહાબળ કુમાર કહ્યો હતો. તેની કહેલી સર્વ વાત મળતી આવી છે પણ