________________
પરોપકારી નિમિત્તાઓ
૧૭ થાય, યા તે વેશમાં રહેતાં રાજકુમારી પિતાને ન મળે, ઈત્યાદિ કારણેથી સ્વયંવર મંડપમાંથી તેને ગુમ થવુંછુપાઈ જવું પડયું હતું. ગુમ થયા પછી તરત જ ગુટિકાના પ્રગથી રૂપ બદલાવી એક વીણાવાદકને વેશ લીધું હતું. બીજા રૂપમાં તેને ત્યાં જગ્યા મળવી મુશ્કેલ હતી. મલયસુંદરી સાથે સંકેત પણ કર્યો હતો કે, જ્યારે હું વીણા બજાવું, ત્યારે અંદર યંત્રોગથી દાખલ કરેલી ખીલી ખેંચી લેવી એટલે લાકડાની ફાળો આપોઆપ ખુલી જશે. ઇત્યાદિ કારણથી તેણે વિવાદકને વેશ લે પડયો હતો, વળી પિતાના પરિવારનું ત્યાં કેઈપણું માણસ ન હોવાથી, પિતાનું રૂપ પ્રગટ કરવુ તે માનનીય વિશ્વાસપાત્ર અને રેગ્ય નહતું. મલયસ્દી આ કાષ્ટમાં કેવી રીતે આવી એ વિગેરે હકીક્ત મહાબળ અને મલય સુંદરીની રહસ્ય વાતેના પ્રસંગે આપણે પ્રગટ જાણીશું. અહીં આટલે ખુલાસો કરી હવે આપણે પાછા ચાલતા વિષયપર આવીએ.
પ્રકરણ ૨૬ મું.
લયસુંદરી સ્વયંવર મંડપમાં બાણના પ્રહારથી સ્થંભ સંપુટને ઉભેદ થતાં જ તે થંભના પિલાણમાં રહેલી મલયસુંદરી સર્વના જોવામાં આવી. તેના શરીર ઉપર કર્પર, ચંદન અને કસ્તુરી આદિ