________________
૧૪
મવયસંદરી ચરિત્ર તેને તો રાજાએ અંધ કુવામાં ફેંકાવી દીધી છે. ઉઠે કોને પરણશો ? રાજાએ આપણી મશ્કરી તે નથી કરી ? વિગેરે કહી એક બીજાના મન ઉશકેરવા લાગ્યા. - એ અવસરે રાજાના આદેશથી બંદીવાને નીચે પ્રમાણે જણાવ્યું.
દુર્ધર બાહુબળને ધારણ કરનારા રાજા, મહારાજા અને રાજકુમારો ! તમે સાવધાન થઈને સાંભળજે. આ વજ સાર ધનુષ્યને લીલાપૂર્વક પ્રત્યંચારૂઢ કરી દઢનારાચના એકજ પ્રહારથી બેઉ હાથ પ્રમાણ સ્થંભના અગ્રભાગને ભેદી જે બળવાન રાજા તે સ્થંભના બે ભાગ કરશે, તે રાજા હમણાં જ કેઈપણ સ્થળેથી પ્રગટ થયેલી રાજકુમારી મલયસુંદરીને પરણશે. આ પ્રમાણે અમને ગેત્રદેવીએ કહેલું છે માટે સામર્થ્યવાન રાજાઓએ તે સ્થંભ ભેદવારને પ્રયત્ન કરવો.”
બંદીવાનના વાકથી પ્રેરાયેલે મહાને ઉત્સાહી લાટ દેશને રાજા ઉભો થયે, પણ ધનુષ્યની દુર્ઘર્ષાતા જોઈ હિમ્મત હારી પાછો આસન ઉપર બેસી ગયો, ' બંદીવાનની પ્રેરણાથી ચૌલ દેશના રાજાએ સિંહાસન પરની ઉભા થઈ જમીન પર પગ મૂક, પણ ધનુષ્યની ઉત્કટતા જોતાં તેના મુખપર ગ્લાનિ આવી ગઈ. તેથી હાંસી પૂર્વક તેને પિતાની જગ્યા પાછી લેવી પડી. - આર્મર્ષથી ઉઠેલે ગડ દેશને રાજા ધનુષ્ય હાથમાં લેતાંજ તેના બોજાથી જમીન પર પડી ગયો, તેને જોઈ રાજકુમારો પરસ્પર તાળીઓ આપવા લાગ્યા. શરમથી નીચું મુખ કરી તે પણ પિતાના આસન પર આવી બેઠે.