________________
પરોપકારી નિમિત્તિઓ
૧૪૩ દિને યથાયોગ્ય માન આપવા અને લાયક સ્થળે બેસાડવાની ગડબડમાં વ્યગ્ર થયેલા વિરધવળ રાજાને જોઈ, નિમિત્તીઓ એકાએક ત્યાંથી ગુમ થઈ ગયે.
થોડા વખત પછી રાજા પાછું વાળી જુવે છે તો નિમિતીઓ જેવામાં ન આવ્યું. રાજા બોલી ઉઠે અરે ! તે જ્ઞાની કયાં ગયે. હમણાંજ તે અહીં હતો, પિતાના માણસ પાસે આખા મંડપમાં શેધ કરાવી પણ તેનો - પત્તો લાગ્યું નહિ.
રાજા વિચારમાં પડ, ડીવારે તેને યાદ આવ્યું કે, તેને અર્ધ સાધિત મંત્ર સિદ્ધ કરવો બાકી હતા, તે સિદ્ધ કરવાને ગયે હશે.
નિમિત્તીઆનાં કહેલાં સર્વ વચને મળતાં આવ્યાં છે, પણ કન્યાને સ્વામી મહાબળ કુમાર થશે, તે વાત મળતી આવી નહિ. કોઈ કારણસર આ મહોત્સવ ઉપર તે આવી શક્ય જણાતું નથી. તે મારી કન્યાનું પાણિગ્રહણ તે કેવી રીતે કરશે? વિગેરે વિચારોમાં રાજા ગુંથાયો,
આ તરફ સર્વ રાજકુમારો સ્વયંવર મંડપમાં યથાગ્ય સ્થાને આવી બેઠા. પણ રાજકુમારી કોઈના જોવામાં ન આવી. તેવામાં “ રાજકુમારીને અંધ કુવામાં રાજાએ નંખાવી દીધી છે. વિગેરે” વૃત્તાંત સ્વયંવર ઉપર આવેલા સર્વ રાજકુમારાદિના સાંભળવામાં આવ્યું. તેઓ અને અન્ય વાર્તાલાપ કરવા લાગ્યા કે, કેમ શું જુવો છે? શા માટે બેસી રહ્યા છે? જેને માટે આવ્યા છે