________________
૧૩૫
પરોપકારીને નિમિતીએ ચિત્રિત, એક સ્થંભ તમારી ગેત્રદેવી કોઈ પણ સ્થળેથી લાવી મૂકશે.
તે થંભ સ્વયંવર મંડપના વચમાં તમારે સ્થાપન કરે. તેની આગળ વાસાર નામનું ધનુષ્ય, જે તમારા ઘરમાં છે તે બાણસહિત-ચાપયુક્ત કરી, પૂજન કરવા પૂર્વક સ્થાપન કરવું. તે ધનુષ્ય બાણ ઉપર ચડાવી જે મનુષ્ય સ્થંભનું ભેદન કરશે તે રાજકુમારીનું પાણિગ્રહણ કરશે. તે ભની પૂજા કરવાની કેટલીક વિધિ પણ છે.
આ સર્વ વૃત્તાંત મેં મારા નિમિત્ત જ્ઞાનના બળથી જાણ્યું છે. રાજન ! આ મારી કહેલી નિશાનીઓ ન મળી આવે તેમજ રાજકુમારી પણ જીવતી ન મળે તે પછી કાષ્ટભક્ષણે કરવું અર્થાત્ બળી મરવું તે તમારે સ્વાધીન જ છે.
નિમિત્તજ્ઞના આવાં વચન સાંભળી ત્યાં રહેલા સર્વે કેના આનંદનો પાર ન રહ્યો. લેકે તેની સ્તુતિ કરવા લાગ્યા. હે મહાશય ! આ અવસરે તમારું આગમન અમારા મહાન પુર્યોદયથી જ થયું છે એકલા રાજા ઉપર જ નહિ, પણ તમે આખા દેશપર ઉપકાર કર્યો છે. લેકે કહે છે કે ફણીદ્ર અને કર્મરાજે આ પૃથ્વીને ધારણ કરી રાખી છે, પણ ખરેખર તે કહેવા માત્ર જ છે. ખરી રીતે જોતાં તમારા જેવા પરંપકારી ન એજ આ પૃથ્વીને ધારણ કરી રાખી છે. પરોપકાર કરવામાં ઉપગી તારી જ્ઞાન લક્ષમી મહોપકારી નિમિતજ્ઞ ! તું ઘણે કાળ જીવતે રહે. આ પ્રમાણે બોલતા તે કૃત લોકોએ હર્ષના આવેશમાં અને ઉપકારના બદલામાં