________________
૧૦૪.
' મલયસંદરી ચરિત્ર હું જીવતદાન આપું તે, આ વિપત્તિમાં મારૂં આવી પડવું પણ સફળ થયું ગણાય. કાળચક્ર દરેક મનુષ્યને માથે ફરી રહ્યું છે. જન્મે તેને મરવું અવશ્ય છે જ. નાશવંત આ શરીરથી પરને ઉપકાર થાય તે જ સફળ છે. હું પોતે જ હમણાં મરણના મુખમાંથી બચ્યો છું. તે આ ક્ષણભંગુર શરીરથી અવશ્ય પરેને ઉપકાર કરે જ એમ નિશ્ચય કરી કરૂણાથી પૂર્ણ હૃદયવાળા કુમાર સાહસ અવલંબી વૃક્ષની નીચે ઉતર્યો. " - અજગર આંબાની નજીક આવી, એવામાં તેને ટે ફરી વળી અર્ધ ગળેલ માણસને ભચરડી મારી નાખવા પ્રયત્ન કરે છે. તેવામાં કુમારે તેના બે હાથ બે હાથથી પકડી લીધા અને છણું વસ્ત્રની માફક તેના ઉભા બે વિભાગ કરી નાખ્યા અજગરના મુખના બે વિભાગ થતાં જ, તેના મુખમાંથી મંદ મૈતન્યવાળી એક યુવાન સ્ત્રી નીકળી પડી
છે. તે સ્ત્રી જીવતી હતી, છતાં અત્યારે તેનામાં જોઈએ તેટલી સાવધાનતા નહોતી. તથાપિ ઘણા વખતના પરિચયવાળી હોય તેમ “ મને મહાબળ કુમારનું શરણ થજે.” આટલા શબ્દ નીચાં પડતાં પડતાં તેના મુખમાથી નીકળી પડયા.
પિતાના નામને યાદ કરતી તે સ્ત્રીને જોઈ કુમારને ઘણે વિસ્મય થયે, હાથમાંથી અજગરની બે ફાળે દૂર ફેંકી દઈ, નજીક આવી, નીહાળીને તે સ્ત્રીનું મુખ જેવા લાગ્યું. જેમાં પર્વે ચંદ્રાવતીના રાજમહેલમાં જોયેલી