________________
૧૦
મલયસુંદરી ચરિત્ર દેવીને હાથ મૂકતાં જ કુમાર નિરાધાર પણે આકાશથી નીચે પડે. નીચે પડતાં જ મૂર્છા આવી ગઈ વનમાં શીતળ વાયુવડે આશ્વસન કરતાં કુમાર કેટલાક વખત પછી શુદ્ધિમાં આ પડવાથી તેને વિશેષ વ્યથાપીડા થઈ નહોતી. કુમાર ચિંતવવા લાગે હું કયાં પડયો છું? વસ્તીમાં? પહાડ ઉપર ? વૃક્ષ ઉપર ? કે જમીન ઉપર ? એ અવસરે ગાઢ અંધકાર હોવાથી દષ્ટિ કાંઈ દેખાઈ શકાય તેમ નહતું, હાથથી નીચેના ભાગને
સ્પર્શ કરતાં તેને જણાવ્યું કે, હું આંબાની ટોચ ઉપર રહેલાં છું, આબાનાં ફળ પાકેલાં જણાય છે અને તેથી આંબે નીચે નમી રહે છે. કુમાર તરત જ ત્યાંથી બેઠો થયે, અને શરીરને ભાર સહન કરી શકે તેવી - મજબુત શાખાને આશ્રય લીધે.
થોડા વખત પછી આંબાથી નીચે ઉતર્યો અને તેના થડ પાસે ઉભે રહી વિચાર કરવા લાગે.
અહે! દેવીએ કરેલા અપહરણથી હું આજે કેવી અવસ્થા પામ્યો છું ? લક્ષ્મીપુંજહાર હવે મને કેવી રીતે અને ક્યાંથી મળશે? હાર મેળવ્યા સિવાય માતા આગળ કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ હું કેવી રીતે કરી શકીશ ? હાર સિવાય માતા કેમ જીવશે ? માતાના મરણથી પિતા કેમ પ્રાણ ધારી શકશે ? હા ! હા! અત્યારે મારા વંશને સંહાર થવાનો વખત આવી પડે છે. એ વિધિ ! તારી અકળકળા છે, ઘડીકમાં તું રમાડે છે, તે હસાવે