________________
સ્વયંવર મંડપ, મહાલયને આમંત્રણ પિતાજી ! મારી માતાને શાંત કરવા મેં તેમની પાસે એવી પ્રતિજ્ઞા કરી છે કે, જે પાંચ દિવસમાં તે હાર લાવી ન આપે તે અગ્નિમાં પ્રવેશ કરૂં. | મારી માતાએ પણ એવી જ પ્રતિજ્ઞા કરી છે કે તે હાર ન મળે તે માટે પણ મરવું..
અદશ્યપણે આ સર્વ વસ્તુઓનું હરણ કરનાર કેઈ જન્માતરને વૈરી ભૂત કે રાક્ષસ હોય એમ મારું માનવું છે.
પિતાજી! મારે એ વિચાર છે કે, આજ રાત્રીએ બે કે ત્રણ પ્રહર પર્યત મારા શયનગૃહમાં હથીયાર સહીત મારે જાગૃત રહેવું એ અવસરે જે તે દુષ્ટ આવે તે તેને જીતી હાર પ્રમુખ સર્વ વસ્તુઓ તેની પાસેથી લઈ, તેમાંથી હાર મારી માતાને સોંપી, પાછલી રાત્રિએ મારે ચંદ્રાવતી તરફ પ્રયાણ કરવું આ પ્રમાણે કહી મહાબળ ઉભે રહ્યો.
રાજાએ તેમ કરવાની રજા આપી. મહાબળ પિતાને નમસ્કાર કરી પિતાના મહેલમાં ગયે.
પ્રકરણ ૨૨ મું.
લગ્નમાં વિગ્ન મહાબળનું અપહરણ
જે વૃદ એકાદશીની અંધારી રાત્રી પૃથ્વી પર છાઈ રહી હતી, અંધકાર ચારે દિશામાં વ્યાપી રહયે હતે.